IQ ટેસ્ટમાં આઈન્સ્ટાઈનને પાછળ રાખી દેતી રૂચા
મુંબઈ, મૂળ મહારાષ્ટ્રના નાગપુરની અને હાલમાં પોતાના માતા પિતા સાથે સ્કોટલેન્ડમાં રહેતી રુચા ચાંદોરકર દુનિયામાં સૌથી વધુ આઈક્યુ ધરાવતી વ્યક્તિ બની ગઈ છે. આઈક્યુ ટેસ્ટમાં તેણે ૧૬૨નો સ્કોર મેળવીને મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનને પણ પાછળ રાખી દીધા છે.આઈન્સ્ટાઈનનો આઈક્યૂ ૧૬૦ હતો.રુચા ૧૬૨ના સ્કોર સાથે આ ટેસ્ટમાં સૌથી વધુ સ્કોર કરનાર વ્યક્તિ બની ગઈ છે.
રુચાના મોટાભાઈ અખિલેશને પણ આ જ આઈક્યૂ ટેસ્ટમાં ૨૦૧૬માં ૧૬૦નો સ્કોર મળ્યો હતો.જાેકે રુચાએ પોતાના ભાઈને પણ પાછળ રાખી દીધો છે. રુચાના પિતા રુત્વિક અને માતા સોનાલી આઈટી સેક્ટરમાં કામ કરે છે અને ૨૦૧૯માં આ પરિવાર સ્કોટલેન્ડ જતો રહ્યો હતો.રુચાનુ કહેવુ છે કે, મારા ભાઈએ જ્યારે ટેસ્ટ આપ્યો ત્યારે મેં નક્કી કરી લીધુ હતુ કે, હું ૧૧ વર્ષની થઈશ ત્યારે આ ટેસ્ટ આપીશ.
હું પરીક્ષા આપ્યા બાદ ૧૩૦ના સ્કોરની આશા રાખી રહી હતી પણ જ્યારે મેં ૧૬૨નો સ્કોર જાેયો તો હું ચોંકી ગઈ હતી. માતા પિતા કહે છે કે, અમારી દીકરી એવી વસ્તુઓ પહેલેથી કરતી આવી છે જે તેની ઉંમરના બાળકો સામાન્ય રીતે કરતા નથી.તે પહેલેથી જ ટેલેન્ટેડ છે. આઈક્યૂ નક્કી કરવા માટે લેવાતો ટેસ્ટ મેન્સા નામના સંગઠન દ્વારા યોજાય છે.SSS