મહારાષ્ટ્ર કેબિનેટે બીએમસીમાં કોર્પોરેટરોની સંખ્યા ૨૨૭ થી વધારીને ૨૩૬ કરવાનો ર્નિણય લીધો
મુંબઇ, બીએમસી ચૂંટણી પહેલા મહારાષ્ટ્ર કેબિનેટે મોટો ર્નિણય લીધો છે. મહારાષ્ટ્ર કેબિનેટે મ્સ્ઝ્રમાં કોર્પોરેટરોની સંખ્યા ૨૨૭ થી વધારીને ૨૩૬ કરવાનો ર્નિણય લીધો છે. મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની ચૂંટણી યોજાવાની છે. બીએમસી ચૂંટણી પહેલા મહારાષ્ટ્ર કેબિનેટ દ્વારા બુધવારે બીએમસીમાં હાજર ૨૨૭ કાઉન્સિલરોની સંખ્યા વધારીને ૨૩૬ કરવાનો ર્નિણય ઘણો મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું હતું કે છેલ્લા બે દાયકામાં શહેરની વસ્તીમાં થયેલા વધારાને કારણે આ પગલું જરૂરી હતું. જાેકે, ભારતીય જનતા પાર્ટીએ જણાવ્યું હતું કે આ પગલું એટલા માટે લેવામાં આવ્યું છે કારણ કે નાગરિક સંસ્થાને નિયંત્રિત કરતી શિવસેના આગામી ચૂંટણીના પરિણામોથી ડરી ગઈ હતી અને ચૂંટણીમાં વિલંબ કરવા માંગતી હતી.
રાજ્ય સરકારે ૨૦૧૧માં કોર્પોરેટરોની સંખ્યામાં વધારો કર્યો ન હતો, જ્યારે ૨૦૦૧ અને ૨૦૧૧ વચ્ચે વસ્તીમાં ૩.૮૭%નો વધારો થયો હતો. ૨૦૧૧ની વસ્તી ગણતરીનો ઉપયોગ ૨૦૨૧ની વસ્તી ગણતરીના આધાર તરીકે કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારનું કહેવું છે કે કોરોના રોગચાળાને કારણે વિલંબ થયો છે.
હાલમાં કોર્પોરેટરોની સંખ્યા ૨૨૭ છે જેમાં શિવસેનાના ૯૭, ભાજપના ૮૩, કોંગ્રેસના ૨૯ કોર્પોરેટર, રાષ્ટ્રવાદીના ૮, સમાજવાદીના ૬,એમઆઇએમના ૨, અને એમએનએસ પાર્ટીના ૧ કોર્પોરેટર છે.HS