કાળી પોટલીની અંદર છેલ્લા ૫૦ વર્ષથી લાશ બંધ હતી
ઈટલી, દુનિયામાં કેટલાય પ્રકારની અજીબોગરીબ વસ્તુઓ મળે છે જેને જાેઈને આશ્ચર્ય થયા વગર નથી રહેતું. ક્યારેક તો વર્ષો જૂની એવી વસ્તુઓ હાથ લાગે છે કે જેની કોઈએ ધારણા પણ ન કરી હોય. તાજેતરમાં ઇટલીના સિસિલી સ્થિત માઉન્ટ એટનાની એક ગુફામાં અમૂલ્ય વસ્તુની શોધ કરવામાં મશગુલ લોકોને એક ભયાનક વસ્તુ હાથ લાગી.
લોકોને મળેલી કાળી પોટલીની અંદર છેલ્લા ૫૦ વર્ષથી એક લાશ બંધ હતી. જે હાલતમાં આ લાશ મળી, તેનાથી એ ચર્ચામાં આવી ગઈ છે. આ માણસ સૂટ-બૂટ અને ટાઈ પહેરીને છેલ્લા ૫૦ વર્ષથી ગુફામાં બેઠો હતો. આ વ્યક્તિને આવી હાલતમાં જાેઈને લોકોના મોંમાંથી ચીસ નીકળી ગઈ હતી.
એક્સપર્ટ તેને એલિફન્ટ મેન નામ આપી રહ્યા છે. જે ગુફામાં લાશ મળી, એ ખરેખર તો જ્વાળામુખી વિસ્ફોટથી બન્યો છે. છેલ્લા પચાસ વર્ષથી ગુફા બંધ હતી. હવે છેક તેને ખોલવામાં આવી.
અંદર પડેલી લાશ સુકાઈ ગઈ હતી અને તેને તપાસ માટે લઈ જવામાં આવી હતી. તપાસ પરથી જાણકારી મળી કે શરીરમાં કોઈ ઘા ન હતા. ફક્ત તેના ચહેરા અને નાક પર બહુ ઊંડા ઘાના નિશાન જાેવા મળ્યા છે. સૌથી અજીબ વાત એ છે કે એ વ્યક્તિ બહુ સારી રીતે ડ્રેસ-અપ હતો. તેની ઉંમર લગભગ ૫૦ વર્ષ આસપાસ હતી.
એ વ્યક્તિએ સૂટ-બૂટ અને ટાઈ પહેરી હતી. આ ઉપરાંત તેના પર્સમાંથી અમુક સિક્કા પણ નીકળ્યા. એક્સપર્ટના જણાવ્યા મુજબ, આ વ્યક્તિ ૧૯૭૦થી આ ગુફામાં બેઠેલો હતો. હવે આ ગુફાની અંદર એ વ્યક્તિ કઈ રીતે પહોંચ્યો તેની તપાસ કરવામાં આવી રહી છે. જાેકે, એને લઈને હજુ સુધી કોઈ થિયરી સામે નથી આવી.
એક્સપર્ટનું કહેવું છે કે એવું બની શકે કે એ વ્યક્તિ પોતે આ ગુફાની અંદર જઈને બેસી ગયો હોય. તેને આત્મહત્યાનો મામલો કહેવામાં આવી રહ્યો છે. બની શકે છે કે કોઈ રીચ્યુઅલ માટે તે તૈયાર થઈને ગુફાની અંદર પોતાની કુરબાની આપવા ગયો હોય. એ માણસના પગમાં ૪૧ સાઈઝના બૂટ પણ મળ્યા.
એના હાથ પર ઘડિયાળ પણ હતું. ધ સનની રિપોર્ટ મુજબ, આ બોડી ત્યારે મળી જ્યારે પોલિસ અને અમુક લોકો કોઈ ગાયબ વ્યક્તિની તલાશમાં પહાડ પર શોધખોળ કરતા હતા. પોલીસે પણ કન્ફર્મ કર્યું છે કે બોડી ઉપર ઘાના કોઈ નિશાન નથી. ફક્ત ચહેરા પર નિશાન છે.SSS