સારાની વિનમ્રતા જોઈ લોકો અમૃતાના વખાણ કરી રહ્યા છે
મુંબઈ, ફોટોગ્રાફર્સ હોય કે ફેન્સ બોલિવુડ એક્ટ્રેસ સારા અલી ખાન તેમની સાથે વ્યવસ્થિત રીતે વાત કરવા માટે જાણીતી છે. તે જ્યારે પણ એરપોર્ટ પર કે કોઈ સ્ટુડિયો બહાર સ્પોટ થાય છે ત્યારે ફેન્સ સાથે સહેજ પણ આનાકાની વગર સેલ્ફી લેવા માટે તૈયાર થઈ જાય છે.
હાલમાં એક્ટ્રેસ ફેન તરફથી આપવામાં આવેલુ સમોસા પાવ સ્વીકારતી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેના કારણે લોકો તેની માતા અમૃતા સિંહે કરેલા ઉછેરના વખાણ થઈ રહ્યા છે. અપકમિંગ ફિલ્મ માટે સાથે મીટિંગ કર્યા બાદ સારા અને વિકી જ્યારે કાર તરફ જઈ રહ્યા હતા ત્યારે તેઓ ફોટોગ્રાફર્સના કેમેરામાં કેદ થયા હતા.
ફોટોગ્રાફર્સને તેનું સિગ્નેચર ‘નમસ્તે’ કર્યા બાદ એક્ટ્રેસ કારમાં બેસી ગઈ હતી. કાર આગળ વધે તે પહેલા, એક ફેન તેની કાર પાસે દોડી આવ્યો હતો અને તેને સમોસા પાવ આપ્યું હતું. એક્ટ્રેસે ના પાડ્યા વગર તરત સ્વીકારી લીધુ હતું અને આભાર પણ માન્યો હતો. બોલિવુડ સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ આ વીડિયો તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે.
જેમાં ફેન્સ માત્ર એક્ટ્રેસના સ્વભાવના જ વખાણ નથી કરી રહ્યા પરંતુ માતા અમૃતા સિંહે યોગ્ય રીતે તેનો ઉછેર કર્યો હોવાનું પણ કહી રહ્યા છે. એક ફેને લખ્યું છે ‘તે ખૂબ નમ્ર છે’. એક ફેને લખ્યું છે ‘સારા મીઠડી છોકરી છે’. એક ફેને વખાણ કરતા લખ્યું છે ‘સારા ડાઉન ટુ અર્થ છે’,
એકે લખ્યું છે ‘તેનો ફૂડ પ્રત્યેનો પ્રેમ દેખીતો છે. આ છોકરી સારી છે’. અન્યએ લખ્યું છે ‘તે હંમેશા પ્રેમથી તેના ફેન્સને મળે છે. તેણે હજી બોલિવુડમાં બ્લોકબસ્ટર ફિલ્મ આપી નથી પરંતુ આ જેશ્ચરથી લાખો લોકોના દિલ જીતી લીધા છે.
અમૃતાએ એક સારા બાળકનો ઉછેર કર્યો છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, સારા અલી ખાન પાસે વિકી કૌશલ સાથેની ફિલ્મ સિવાય આનંદ એલ. રાયની ‘અતરંગી રે’ પણ છે. જેમાં તે અક્ષય કુમાર અને ધનુષ સાથે જાેવા મળશે.SSS