અમેરિકન ઇમિગ્રેશન લૉ કંપનીએ મુંબઈમાં ઓફિસ શરૂ કરી
ગેહી એન્ડ એસોસિએટ્સએ ગુજરાતની ઇમિગ્રેશનની જરૂરિયાતો પૂર્ણ કરવા કામગીરીનું વિસ્તરણ કર્યું
મુંબઈ, પ્રસિદ્ધ અમેરિકન ઇમિગ્રેશન લૉ કંપની ગેહી એન્ડ એસોસિએટ્સએ જાહેરાત કરી હતી કે, કંપનીએ મુંબઈમાં એની ઓફિસ સાથે ભારતીય ઉપમહાખંડમાં એની કામગીરીનું વિસ્તરણ કર્યું છે. આ ઓફિસ સાથે ભારતમાં એની કામગીરી શરૂ થઈ છે.
આ ભારતમાં ગેહી એન્ડ એસોસિએટ્સની પેટાકંપની સ્વરૂપે ગેહીસ ઇમિગ્રેશન એન્ડ ઇન્ટરનેશનલ લીગલ સર્વિસીસની પ્રથમ ઓફિસ હશે, જે જેક્શન હાઇટ્સ, ઓઝોન પાર્ક અને અમેરિકાના ન્યૂયોર્કમાં જમૈકા ઓફિસમાં સામેલ થઈ છે.
અમેરિકાના ઇમિગ્રેશન કાયદાની સૌથી વધુ જટિલ અને વિવાદાસ્પદ ભાગના કેટલાંકનું સંચાલન કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ ન્યૂયોર્કની આ કંપની અમેરિકામાં ઇમિગ્રેશન, સ્વદેશ પરત આવવા અને વિઝાની જરૂરિયાતો સાથે અમેરિકામાં સ્થાયી થવાની ઇચ્છા ધરાવતા ભારતીય કોર્પોરેટ અને નાગરિકોને મદદરૂપ થશે.
આ લૉ કંપની વ્યક્તિઓને સંપૂર્ણ પરિવાર સાથે ઇમિગ્રેશન, રોજગારી-આધારિત ઇમિગ્રેશન, ઇન્વેસ્ટર વિઝા, સ્ટુડેન્ટ વિઝા, વિઝિટર વિઝામાં મદદ કરશે તેમજ પ્રતિભાશાળી વ્યક્તિઓને ખાસ કેટેગરી અંતર્ગત ગ્રીન કાર્ડ માટે તેમની રીતે સ્વપ્રાયોજક બનવામાં મદદ કરશે,
ખાસ કરીને અસાધારણ પ્રતિભા ધરાવતી વ્યક્તિઓને. આ કંપની ભારતનાં નાગરિકો કે તેમના સગાસંબંધીઓ માટે ઇમિગ્રેશનના તમામ પાસાંઓમાં મદદ કરશે, જેઓ અમેરિકામાં ઇમિગ્રેશન સાથે સંબંધિત સમસ્યાઓ ધરાવે છે.
ભારતીય ઉદ્યોગજગતમાં કંપની આઇટી, આઇટી-સક્ષમ સેવાઓ, મોટા કોર્પોરેશનમાં અમેરિકામાં પોતાની ઓફિસો શરૂ કરવા, નિકાસ-આયાત કંપનીઓ, પીએચડી જેવી અસાધારણ ક્ષમતા ધરાવતી વ્યક્તિઓ વગેરે માટે સારો એવો ધસારો જુએ છે. લાંબા સમયથી વિઝા ન મળતી હોય એવી વ્યક્તિઓ માટે, એચ1બી વિઝા દ્વારા અમેરિકામાં શાખામાં પોતાના કર્મચારીઓને મોકલવા ઇચ્છતી કંપનીઓ મુખ્ય ક્ષેત્રો છે અને એમાં મોટા ક્લાયન્ટ છે.
ગેહી એન્ડ એસોસિએટ્સના પ્રિન્સિપલ એટર્ની શ્રી નરેશ ગેહી, ઇએસક્યુએ કહ્યું હતું કે, “અત્યારે ભારત અને અમેરિકાના સંબંધો એશિયામાં ભૂરાજકીય અને આર્થિક પ્રવૃત્તિઓને પગલે ઐતિહાસિક રીતે ગાઢ બન્યાં છે.
મહામારી પછી વ્યવસાયનું વાતાવરણ, સોફ્ટ-પાવરની નિકાસ, તુલનાત્મક ફાયદા અને વ્યૂહાત્મક ઇમિગ્રેશન ભારતની વૃદ્ધિને વેગ આપવા મહત્વપૂર્ણ નિર્ણાયક પરિબળો બનશે તથા વિશ્વનાં બે સૌથી મોટા લોકશાહી દેશો વચ્ચે સહિયાર મૂલ્યોની સંસ્કૃતિને ઔપચારિક સ્વરૂપ આપશે.
આ સંદર્ભ સાથે અમને અમારી ભારતીય કામગીરી શરૂ કરવાની ખુશી છે, જ્યાં અમે અમારા તમામ ક્લાયન્ટ માટે તેમની જરૂરિયાત મુજબ અને નવીન કાયદાકીય સમાધાનો આપવાના બે દાયકાથી વધારેના અનુભવ અને અમારી વૈશ્વિક ક્ષમતાનો ઉપયોગ કરવા ઇચ્છીએ છીએ.
અમે ખાસ કરીને ગુજરાતના લોકોની ઇમિગ્રેશનની જરૂરિયાતો પૂર્ણ કરવા આતુર છીએ, જે રાજ્યોમાં ભારત-અમેરિકન સમુદાયનો પાયો છે. ગુજરાતનું ઝડપથી ઔદ્યોગિકરણ અને વિકાસ થઈ રહ્યો છે હોવાથી અમે કોર્પોરેટ, ફેમિલી બિઝનેસ અને પ્રસિદ્ધ લોકો સાથે, અમેરિકામાં રોજગારી મેળવવા ઇચ્છતાં કે વસવાટ કરવાં ઇચ્છતાં લોકો સાથે ખભેખભો મિલાવીને કામ કરીશું.”
ભારતીય નાગરિકો અને કોર્પોરેશને ઇમિગ્રેશન સાથે સંબંધિત સમસ્યાઓનું સમાધાન કરવામાં મદદરૂપ થવા ઉપરાંત ગેહી એન્ડ એસોસિએટ્સ જટિલ મર્જર્સ અને એક્વિઝિશન્સની બાબતોમાં અને આંતરરાષ્ટ્રીય વિવાદનું સમાધાન લાવવામાં પણ સહાય કરશે. કંપની કાયદાનું પાલન કરવા પ્રગતિશીલ અભિગમ અપનાવીને કાયદાકીય સમુદાયની અંદર માપદંડો અને ધારાધોરણો સ્થાપિત કરવા આતુર છે.
ન્યૂયોર્ક, કનેક્ટિકટ રાજ્ય અને ભારતમાં પ્રસિદ્ધ એટર્ની શ્રી ગેહી સંયુક્ત રાષ્ટ્રમાં કામ કરે છે અને પૂર્વ વિદેશી મંત્રી હિલેરી ક્લિન્ટન સાથે કામ કરી ચુક્યાં છે. ન્યૂયોર્ક ટાઇમ્સમાં પ્રદાતા ઉપરાંત તેઓ ભારત અને અમેરિકામાં અનેક ટેલીવિઝન શો પર ઇમિગ્રેશન નિષ્ણાત તરીકે જોવા મળે છે.