બાથરૂમમાં ગીઝરથી કરંટ લાગતા ભાજપા ધારાસભ્યની પુત્રવધુનું મોત
ફતેહાબાદ, હરિયાણાના ફતેહાબાદના ભાજપા ધારાસભ્ય દુડારામની પુત્રવધુ ૩૨ વર્ષીય શ્વેતા બિશ્નોઇનું કરંટ લાગવાથી મોત થયું છે. જ્યારે તેને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી ત્યાં સુધી તેનું મોત થયું હતું. ધારાસભ્ય દુડારામના ભાઈ ઉગ્રસેનના પરિવારમાં ૧૪ નવેમ્બર લગ્ન છે. આખો પરિવાર ઘણા દિવસોથી તેની તૈયારીમાં લાગેલો હતો કે તેવા સમયે ગુરુવારે સાંજે આ ઘટના બની હતી.
જાણકારી પ્રમાણે ફતેહાબાદથી દુડારામ ભાજપાના ધારાસભ્ય છે. તેમની પુત્રવધુ શ્વેતા બિશ્નોઇ ગુરુવારે બાથરૂમમાં સ્નાન કરવા માટે ગઈ હતી. બતાવવામાં આવી રહ્યું છે કે ઇલેક્ટ્રિક ગીઝરમાં કરંટ હતો અને તેણે જેવો શાવર ચાલું કર્યો ત્યારે તેને કરંટ લાગ્યો હતો.
આ દરમિયાન શ્વેતા બેભાન થઇ ગઈ હતી. લગભગ અડધો કલાક સુધી તે બાથરૂમમાંથી બહાર ના નીકળી તો તેમના પરિવારજનોને શંકા ગઈ હતી. તેમણે દરવાજાે ખખડાવ્યો તો કોઇ જવાબ આવ્યો ન હતો.
પરિવારને તેને હોસ્પિટલ લઇ ગયા હતા પણ તે પહેલા તેનું મોત થયું હતું. તેના મોતના સમાચાર મળતા જ આદમપુરના ધારાસભ્ય કુલદીપ બિશ્નોઈ અને દુડારામના પિતરાઇ ભાઈ દોડી આવ્યા હતા.ધારાસભ્ય દુડારામના પુત્ર સંદીપના ૮ વર્ષ પહેલા શ્વેતા સાથે લગ્ન થયા હતા.
તેમનો ૪ વર્ષનો પુત્ર છે. ફતેહાબાદ શહેરમાં ભાજપા ધારાસભ્યના પુત્રવધુના મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યો, સંબંધીઓ અને શહેરના લોકો હોસ્પિટલ બહાર ભેગા થઇ ગયા હતા.HS