માયા કોડનાનીને નિર્દોષ છોડવા સામે એસઆઇટીએ અપીલ જ નથી કરી

નવીદિલ્હી, ગુજરાતમાં વર્ષ ૨૦૦૨માં થયેલા કોમી રમખાણોના કેસમાં તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એસ.આઇ.ટી. તરફથી અપાયેલી ક્લીન ચીટ સામે ઝાકીયા જાફરીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. જેની સુનાવણીમાં ઝાકીયા જાફરી તરફથી રજૂઆત કરાઇ હતી કે રમખાણોમાં સૂત્રધાર તરીકે ડૉ. માયા કોડનાનીને ટ્રાયલ કોર્ટે દોષિત ઠેરવી સજા કરી હતી અને હાઇકોર્ટે તેને નિર્દોષ છોડતો ચુકાદો આપ્યો હતો. જેની સામે એસ.આઇ.ટી.એ. અપીલ કરી નથી.
ઝાકીયા જાફરી તરફથી આજે સીનિયર એડવોકેટ કપિલ સિબલે આક્ષેપ કર્યો હતો કે ડૉ. માયા કોડનાનીને સૂત્રધાર તરીકે દોષિત ઠેરવી ટ્રાયલ કોર્ટે સજા કરી હતી અને ત્યારબાદ હાઇકોર્ટે નિર્દોષ ઠેરવતો ચુકાદો આપ્યો હતો.
જેની સામે એસ.આઇ.ટી. દ્વારા અપીલ કરવામાં આવી નથી. આ ઉપરાંત કેસની ટ્રાયલ માટે સરકારે વિશ્વ હિન્દુ પરિષદ સાથે જાેડાયેલા વકીલોની નિમણૂક પબ્લિક પ્રોસિક્યુટર તરીકે કરી હતી. જે બાબત ઘણી શંકા ઉપજાવે છે.HS