Western Times News

Gujarati News

અમદાવાદમાં પાર્ટી ડ્રગ્સના ષડયંત્રનો પર્દાફાશ

ક્રાઈમબ્રાંચે મોડી રાત્રે ખાનગી લકઝરી બસમાંથી બે શખ્સોને ઝડપી લઈ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ Ahmedabad શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિના કારણે ગુનેગારોને મોકળુ મેદાન મળી રહયું છે સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહયા છે ત્યારે શહેરમાં ગુનાખોરીને ડામવા ક્રાઈમબ્રાંચ Crime branch, ahmedabad સક્રિય બની છે અને ગંભીર ગુનાઓનો ભેદ ઉકેલવામાં મહત્વપૂર્ણ ભુમિકા ભજવે છે.

આ દરમિયાનમાં અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી નશીલા પદાર્થોની (Drugs) હેરાફેરી વધી હોવાની બાતમી મળતા ક્રાઈમબ્રાંચ દ્વારા ખાનગીરાહે તપાસ શરૂ કરવામાં આવતા ચોંકાવનારી વિગતો મળી હતી અને તેના આધારે ગઈકાલે રાત્રે મુંબઈથી આવતી એક લકઝરી (Mumbai to Ahmedabad luxury bus) બસમાં ચોકકસ બાતમીના આધારે બે શખ્સોને ઝડપી લઈ તેઓની પાસેથી અંદાજે દોઢ કરોડના નશીલા દ્રવ્યો જપ્ત કરવામાં આવ્યા છે આરોપીઓની પુછપરછમાં અમદાવાદ શહેરમાં ચાલતા નશીલા પદાર્થના હેરાફેરીના ષડયંત્રનો પર્દાફાશ થતાં જ કુલ ૭ શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને આ ષડયંત્રમાં વધુ બે શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહયું છે.

આરોપીના ઘરેથી રૂ.૩પ લાખ રોકડા મળ્યા

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં પાર્ટી ડ્રગ્સના કાળા કારોબારનો અમદાવાદ ક્રાઈમબ્રાંચે પર્દાફાશ કર્યો છે ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ ખાનગી બસમાંથી પકડાયેલા બે શખ્સોની પુછપરછ બાદ જમાલપુરમાંથી (Jamalpur area, Shehjad & Imran) શહેજાદ અને ઈમરાનની પુછપરછમાં ચોંકાવનારી વિગતો મળી હતી બીજીબાજુ ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ તપાસ શરૂ કરતા આ બંને શખ્સો ભાઈઓ હોવાનું પણ જાણવા મળી રહયું છે અને ક્રાઈમબ્રાંચની એક ટીમ બંને આરોપીઓને લઈ ખમાસા ગેટ મનસુરી મસ્જિદ (Khamasa gate Mansury mosque) પાસે પીન્કી પેલેસના ચોથા માળે આવેલા તેમના મકાનમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.  સર્ચ ઓપરેશન દરમિયાન આરોપીઓના ઘરમાંથી બોગસ દસ્તાવેજા ઉપરાંત રૂ.૩પ લાખથી વધુની રોકડ રકમ મળી આવતા અધિકારીઓ ચોંકી ઉઠયા હતા આટલી મોટી રકમ આરોપીના ઘરેથી મળતા ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ આ રકમ જપ્ત કરી આરોપીઓની પુછપરછ શરૂ કરી છે. પ્રાથમિક પુછપરછમાં આ બંને શખસો છેલ્લા ઘણા સમયથી આ કાળા કારોબારમાં સંડોવાયેલા હતા અને તેઓ કેરિયરો મારફતે ડ્રગ્સની ડિલીવરી કરતા હોવાનું જાણવા મળી રહયું છે. અમદાવાદ શહેરમાં આવા કેટલાક શખ્સોના નામો ખુલ્યા છે.

 

અમદાવાદ શહેરમાં દારૂ જુગારની બદીને ડામી દેવા માટે પોલીસતંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવતા હોવાના દાવા કરવામાં આવી રહયા છે પરંતુ ગઈકાલે મહિલાઓએ નિકોલમાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરીને પોલીસની કામગીરીની પોલ ખોલ નાંખી છે આ ઘટનાથી ઉચ્ચ અધિકારીઓ સતર્ક બન્યા છે અને સમગ્ર શહેરમાંથી દારૂ જુગારના અડ્ડા બંધ કરાવવા માટે તાકિદ કરી છે.

આ દરમિયાનમાં બીજીબાજુ અમદાવાદ શહેરમાં દારૂ જુગારની બદીની સાથે કેફી દ્રવ્યોની પણ ખુલ્લેઆમ હેરાફેરી થતી હોવાની વિગતો મળી હતી. અમદાવાદ ક્રાઈમબ્રાંચને મળેલી ચોક્કસ વિગતોના આધારે આ સમગ્ર ષડયંત્રમાં સંડોવાયેલા શખ્સો પર નજર રાખવામાં આવી રહી હતી બીજીબાજુ બાતમીદારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા હતા નશીલા દ્રવ્યોનું સમગ્ર ષડયંત્ર ગોવા Goa અને મુંબઈથી Mumbai, Bombay) ઓપરેટ થતું હોવાનુ પણ જાણવા મળ્યું હતું

જેના પગલે મુંબઈથી આવતા વાહનો પર નજર રાખવામાં આવતી હતી આ દરમિયાનમાં અમદાવાદ ક્રાઈમબ્રાંચને ચોકકસ બાતમી (Ahmedabad crime branch gets tip from unknown sources) મળી હતી કે બે શખ્સો ગોવાથી પાટી ડ્રગ્સ તરીકે (two persons from Goa to Ahmedabad) ઓળખાતુ એમફેટામાઈનનો (emphetamine) જથ્થો લઈ ગોવાથી અમદાવાદ આવવા નીકળ્યા છે આ બંને શખ્સો ગોવાથી ડ્રગ્સનો જથ્થો લીધા બાદ મુંબઈ આવ્યા હતા અને મુંબઈથી ખાનગી લકઝરી બસમાં બેસીને અમદાવાદ આવવા નીકળ્યા હતા.

બંને શખ્સો મુંબઈથી અમદાવાદ આવતી નીતા ટ્રાવેલ્સની બસમાં નીકળ્યા હોવાની ચોકકસ બાતમીના આધારે અમદાવાદ ક્રાઈમબ્રાંચના અધિકારીઓ વોચમાં ગોઠવાઈ ગયા હતા. સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ એસ.જી. હાઈવે પર રાત્રિના સમયે નીતા ટ્રાવેલ્સની (Checking at S. G. Highway ahmedabad Nita Travels Bus) બસ દેખાતા જ ક્રાઈમબ્રાંચની ટીમે બસને આંતરી હતી અને રોડની સાઈડમાં ઉભી રખાવી ચેકિંગ શરૂ કર્યું હતું આ બસમાં પ્રવાસ કરતા મઝહર હુસેન તેજાબવાલા અને ઈમ્તીયાઝ શેખ નામના (Mazhar Husain Tejabwala and Imtiyaz Sheikh) બંને શખ્સોને બસમાંથી નીચે ઉતારી તેમના માલ સામાનની તલાશી લેતા થેલામાંથી પાર્ટી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ.૧ કરોડ ૪૬ લાખ જેવી થવા જાય છે.


ક્રાઈમબ્રાંચે મોડી રાત્રે એસ.જી. હાઈવે પર નીતા ટ્રાવેલ્સની Nita Travels Bus, S. G. Highway બસમાં સફળતા પૂર્વક ઓપરેશન પાર પાડયા બાદ બંને શખ્સોને ક્રાઈમબ્રાંચની ઓફિસે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેઓની પુછપરછ કરવામાં આવતા ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી ક્રાઈમબ્રાંચના અધિકારીઓ દ્વારા અમદાવાદ શહેરમાં ચાલતા આ સમગ્ર ષડયંત્ર અંગે પુછપરછ શરૂ કરવામાં આવી હતી અને તેમાં શહેરના કેટલાક શખ્સોના નામ બહાર આવ્યા હતા

અત્યંત ખાનગીરાહે સમગ્ર ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને આ ષડયંત્રમાં સંડોવાયેલા અન્ય શખ્સોને ઝડપી લેવા ક્રાઈમબ્રાંચની જુદી જુદી ટીમે સતર્ક બની હતી. પ્રાથમિક પુછપરછમાં કુલ ૭ આરોપીઓના નામો બહાર આવ્યા હતા.

પાર્ટી ડ્રગ્સ તરીકે ઓળખાતા આ નશીલા પદાર્થની છેલ્લા ઘણા સમયથી આ બંને શખ્સો હેરાફેરી કરતા હતા અને ક્રાઈમબ્રાંચને મળેલી ચોક્કસ બાતમીના આધારે સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો છે મોડી રાત્રે ક્રાઈમબ્રાંચની ટીમોએ આ ષડયંત્રમાં સંડોવાયેલા શખ્સોને ઝડપી લેવા માટે શહેરભરમાં તપાસ શરૂ કરી હતી અને તેમાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. અમદાવાદ ક્રાઈમબ્રાંચે આ સમગ્ર ઘટનામાં સંડોવાયેલા અન્ય રાજયના આરોપીઓની વિગતો  સ્થાનિક પોલીસને આપી હોવાનું પણ જાણવા મળી રહયું છે.

હાલમાં મઝહર હુસેન અને ઈમ્તીયાઝની સઘન પુછપરછ ચાલી રહી છે બીજીબાજુ પકડાયેલા પાર્ટી ડ્રગ્સના જથ્થાને તપાસઅર્થે એફએસએલમાં મોકલી આપવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.