અમદાવાદઃ ૧૫ નવેમ્બરથી સરદાર બ્રિજનું સમારકામ શરૂ કરાશે
અમદાવાદ, અમદાવાદ મહાનગરપાલિકા જમાલપુરના સરદાર બ્રિજનું સમારકામ શરૂ કરશે. તેથી ૧૫ નવેમ્બરથી ૨ મહિના સુધી બ્રિજ પરિવહન માટે વારાફરથી બંને તરફના રસ્તા એક પછી એક બંધ કરાશે. બ્રિજના એક્સપાન્સન જાેઇન્ટ અને ડેમેજ રોડનું સમારકાર કરવામાં આવશે. ઉત્તરાયણ સુધીમાં કામગીરી પુરી કરવામાં આવશે.
બ્રિજનું બાંધકામ ૧૯૬૬ની આસપાસનું જમાલપુરના સરદાર બ્રિજનું નિર્માણ ૧૯૬૦માં થયું હતું, જ્યારે બીજી તરફનો બ્રિજ ૨૦૦૪ની આસપાસ બન્યો હતો. સામાન્ય રીતે દરેક બ્રિજના એક્સપાન્સન જાેઈન્ટના સમારકામ ૧૦ વર્ષે કરવાની જરૂર પડતી હોય છે.
અગાઉ નહેરુ બ્રિજ અને ચામુંડા બ્રિજના એક્સપાન્સન જાેઇન્ટનું સમારકામ કરવામાં આવ્યું હતું.ઉત્તરાયણ સુધીમાં કામગીરી પૂર્ણ કરાશે મનપા રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના ઈજનેર અધિકારી જીગ્નેશ પટેલનું કહેવું છે કે, આવતીકાલથી ૧૫ નવેમ્બરથી બ્રિજનું સમારકામ શરૂ કરાશે અને ઉત્તરાયણ સુધીમાં કામગીરી પૂર્ણ કરાશે.
સરદાર બ્રિજ પછી એલિસ બ્રિજનું સમારકામ હાથ ધરાશેઈજનેર અધિકારીએ ઈંદૃ ભારતને જણાવ્યું હતું કે, હાલ સરદાર બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવશે. ત્યારબાદ એલિસ બ્રિજના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવશે. મહત્વનું છે કે નદી ઉપરના અન્ય બ્રિજની સરખામણીએ સરદાર બ્રિજના રોડની સ્થિતિ વધુ ઉબડ-ખાબડ છે. અગાઉ રોડ ઉપર પેચવર્કના નામે મરાયેલા થીગડાને કારણે વાહનમાં જર્ક લાગે છે. એક્સપાન્સન જાેઈન્ટ સાથે રોડનું પણ સમારકામ કરાશે.HS