૧-૧૦ ધોરણમાં પંજાબી ભાષાનો વિષય ફરજિયાત
અમૃતસર, પંજાબમાં મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્નીની સરકારે નવો આદેશ બહાર પાડ્યો છે. જે પ્રમાણે હવે રાજ્યની તમામ સ્કૂલોમાં પહેલા ધોરણથી લઈને ૧૦મા ધોરણ સુધી પંજાબી ભાષાનો વિષય ફરજિયાત કરવામાં આવ્યો છે.ચન્નીએ કહ્યુ હતુ કે, જાે કોઈ સ્કૂલ આ આદેશનુ પાલન નહીં કરે અ્ને પંજાબી વિષય નહીં ભણાવે તો તેને બે લાખ રુપિયાનો દંડ કરવામાં આવશે.
સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, રાજ્યમાં જેટલી પણ જગ્યાએ રસ્તો દર્શાવનારા તેમજ તમામ પ્રકારના બોર્ડ પર પંજાબીમાં લખવુ ફરજિયાત રહેશે.ઓફિસોમાં પણ પંજાબી ભાષા ફરજિયાત કરવામાં આવી છે.
પંજાબમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે અને તેને ધ્યાનમાં રાખીને ચન્નીની સરકાર એક પછી એક ર્નિણયો લઈ રહી છે.જાેકે કેટલાક ર્નિણયોને લઈને સરકારે બેકફૂટ પર પણ આવવુ પડ્યુ છે.બીજી તરફ નવજાેત સિંહ સિધ્ધુએ પોતાની જ પાર્ટી અને સરકાર પર હુમલા કરવાનુ પણ ચાલુ રાખ્યુ છે.SSS