એશિયન ગ્રેનિટોનો FY2021-22ના બીજા ત્રિમાસિક ગાળાનો ચોખ્ખો નફો રૂ. 53.80 કરોડ થયો
અમદાવાદ, ભારતની અગ્રણી ટાઈલ્સ બ્રાન્ડના ઉત્પાદક એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે સપ્ટેમ્બર, 2021ના રોજ પૂરા થતા બીજા ત્રિમાસિક ગાળા અને પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટેના પરિણામો જાહેર કર્યા છે. નાણાંકીય વર્ષ 2021-22ના બીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો રૂ. 53.80 કરોડ રહ્યો હતો.
જે ગત નાણાંકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળાના રૂ. 19.8 કરોડના ચોખ્ખા નફા કરતાં 171 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. આ નફામાં એસ્ટ્રોન પેપર બોર્ડ મિલ લિમિટેડમાં રોકાણના વેચાણથી મળેલા રૂ. 38.01 કરોડ સમાવિષ્ટ છે. કન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખું વેચાણ રૂ. 375.76 કરોડ રહ્યું હતું.
જે ગત નાણાંકીય વર્ષના સમાન ગાળામા રૂ. 344.3 કરોડના ચોખ્ખા વેચાણ કરતાં નવ ટકા વધુ હતું. નાણાંકીય વર્ષ 2021-22ના બીજા ત્રિમાસિક ગાળા માટે એબિટા રૂ. 33.5 કરોડ રહી હતી જ્યારે એબિટા માર્જિન 8.9 ટકા રહ્યું હતું. નાણાંકીય વર્ષ 2022ના બીજા ત્રિમાસિક ગાળા માટે નિકાસો રૂ. 41.2 કરોડ રહી હતી.
નાણાંકીય વર્ષ 2021-22 માટે કંપની નિકાસોમાં 100 ટકા વૃદ્ધિનો અને લગભગ રૂ. 300 કરોડની નિકાસોનો લક્ષ્યાંક રાખી રહી છે. કંપનીનો રાઈટ્સ ઈશ્યૂ ઓવરસબસ્ક્રાઈબ્ડ થયો હતો. રૂ. 224.64 કરોડની ઈશ્યૂ સાઈઝ સામે કંપનીને રૂ. 258.77 કરોડની બિડ્સ પ્રાપ્ત થઈ હતી.
નાણાંકીય વર્ષ 2021-22ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે કંપનીએ રૂ. 62.1 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે ગત નાણાંકીય વર્ષના સમાન ગાળા માટે રૂ. 12.3 કરોડ હતો. નાણાંકીય વર્ષ 2021-22ના પ્રથમ છ મહિનાના ગાળામાં કંપનીએ રૂ. 648.7 કરોડના ચોખ્ખા વેચાણો નોંધાવ્યા છે જે ગત નાણાંકીય વર્ષના પ્રથમ છ મહિનાના ગાળામાં રૂ. 473.7 કરોડના ચોખ્ખા વેચાણો કરતાં 37 ટકાનો વધારો દર્શાવે છે.
કંપનીના નાણાંકીય પરિણામો અંગે ટિપ્પણ કરતાં શ્રી કમલેશ પટેલ, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે જણાવ્યું હતું કે નાણાંકીય વર્ષ 2022ના બીજા ત્રિમાસિક ગાળાના પ્રદર્શનથી અમે સંતુષ્ટ છીએ. ચોખ્ખા વેચાણોમાં 9%ની વૃદ્ધિ એ બિઝનેસમાં અમારી સમૃદ્ધ સિદ્ધિ દર્શાવે છે.
હવે, તે અર્થતંત્ર ધીમે ધીમે પરંતુ સતત સામાન્યતા પ્રાપ્ત કરી રહ્યું છે, માંગમાં મજબૂત વધારો જોવા મળ્યો છે જેનાથી એકંદર વ્યવસાયમાં વધારો થયો અને પરિણામ સ્વનરૂપે એકંદરે નફામાં વૃદ્ધિ થઈ. અમે વેલ્યુ-એડિશન પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે જે સમગ્ર બજારોમાં અમારા ઉત્પાદનોની સફળતામાં મુખ્ય ફાળો આપનાર છે.
કંપની નજીકના ભવિષ્યમાં નવા બજારો સુધી પહોંચીને પોતાનું વિસ્તરણ કરવા ઈચ્છે છે. અમે લોકડાઉન પછી શહેરી તેમજ ગ્રામીણ બજારોમાંથી મજબૂત માંગ જોઈ રહ્યા છીએ. ત્રિમાસિક ગાળા દરમિયાન, અમારા નિકાસ વ્યવસાયમાં નોંધપાત્ર વધારો થયો છે. અમારી બ્રાન્ડ ભરોસાપાત્ર અને મૂલ્યલક્ષી છે
જેને વૈશ્વિક બજારમાં ઊંચી માંગ દ્વારા સાબિત કરી શકાય છે. AGL બ્રાન્ડેડ ઉત્પાદનોની સતત વધતી જતી માંગને પહોંચી વળવા માટે, કંપની તેની મટિરિયલપેટાકંપનીઓ દ્વારા મોટા પાયે વિસ્તરણ માટે તૈયારી કરી રહી છે. કંપનીની પેટાકંપની ભારતનો સૌથી મોટો વોલ ટાઇલ પ્લાન્ટ સ્થાપી રહી છે જે તેની સ્ટેપ સબસિડિયરી કંપની ગ્રેસાર્ટ સેરેમિકા પ્રાઇવેટ લિમિટેડ હેઠળ મોરબી, રાજકોટમાં વોલ ટાઇલ્સના ઉત્પાદન માટે સંપૂર્ણ સંકલિત ઉત્પાદન એકમ હશે.
ઉપરાંત, કંપનીએ 20મી ઓગસ્ટ, 2021ના રોજ એડીકોન દ્વારા AGLને ઉત્પાદિત ઉત્પાદનોના સપ્લાય માટે આઉટસોર્સિંગ કરાર કર્યો છે. એડિકોન સિરામિકા એલએલપી મોટા ફોર્મેટની GVT ટાઇલ્સનું ઉત્પાદન કરશે અને AGL તે પ્રોડક્ટને AGL બ્રાન્ડ હેઠળ નોંધપાત્ર પ્રમાણમાં પ્રમોટ કરશે.
આ પ્લાન્ટ ભારતના અનોખા પ્લાન્ટ્સમાંનો એક બનવાની ધારણા છે, જે એવી પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરશે જે બજારમાં ભારે માંગ પેદા કરી શકે છે. ગુજરાતના મોરબીમાં આ પ્રકારના ઉત્પાદનોના માત્ર થોડા જ પ્લાન્ટ છે અને જુલાઈ 2022 થી ઉત્પાદન શરૂ થવાની ધારણા છે.