ભગવા આતંકવાદ અને હિન્દૂ તાલિબાન જેવા શબ્દો કોંગ્રેસના નેતાઓએ આપ્યા છે: ભાજપ
નવીદિલ્હી, રાહુલ ગાંધીએ હિન્દુ અને હિન્દુત્વ વાળા નિવેદનને લઈને બીજેપીએ પલટવાર કર્યો છે. પાર્ટીના પ્રવક્ત સંબિત પાત્રાએ કહ્યું કે આ કોગ્રેસની આદત છે, ગાંધી પરિવારને જ્યારે મૌકો મળે છે ત્યારે તે હિન્દુત્વના મુદ્દે નિવેદનો આપવાનું શરૂ કરે છે.
પત્રકારો સાથે વાત કરતા સંબિત પાત્રાએ કહ્યું કે, આ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે કે ૨૪ કલાકની અંદર કોંગ્રેસના ૩ મોટા નેતાઓએ હિન્દુ ધર્મને લઈને વિવાદિત નિવેદનો આપ્યા છે. જેમાં પહેલા સલમાન ખુર્શીદ, બીજા રાશિદ અલ્વી અને ત્રીજા પાર્ટીના મહત્વપૂર્ણ નેતા રાહુલ ગાંધી છે. રાહુલ ગાંધીએ હિન્દુ ધર્મ અને હિન્દુત્વ પર નિવેદનો આપ્યા હતા. આ કોંગ્રેસની જૂની આદત છે ગાંધી પરિવારને જ્યારે પણ મૌકો મળે છે ત્યાં તે હિન્દુત્વના મુદ્દે હુમલો કરે છે.
સંબિત પાત્રાએ કહ્યું કે, “અગાઉ ૧૭ ડિસેમ્બર ૨૦૧૦ના રોજ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભારતને આતંકવાદ કરતાં હિન્દુત્વની વિચારધારાથી વધુ ખતરો છે. ૨૫ ઓગસ્ટ ૨૦૧૦ના રોજ કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમે પ્રથમ વખત ભગવા આતંકવાદનો ઉલ્લેખ કર્યો હતો. ચૂંટણી પહેલા રાહુલ ગાંધી મંદિરમાં માત્ર મત માંગવા જાય છે. તેઓ વોટ બેંકની રાજનીતિ કરે છે.”
કોંગ્રેસ પર પ્રહાર કરતા સંબિત પાત્રાએ કહ્યું, “સલમાન ખુર્શીદ હિન્દુત્વની તુલના ૈંજીૈંજી અને બોકો હરામ જેવા આતંકવાદી સંગઠનો સાથે કરે છે. બીજી તરફ શશિ થરૂરે હિંદુ તાલિબાનને સંયોગ નહીં પણ પ્રયોગ ગણાવ્યો છે.