Western Times News

Gujarati News

નરેન્દ્ર મોદીની ચાર કલાક યાત્રા પર ૨૩ કરોડ રૂપિયા ખર્ચ કરશે શિવરાજ સરકાર

ભોપાલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૫ નવેમ્બરે ભગવાન બિરસા મુંડા આદિવાસી સંમેલનમાં ભાગ લેવા માટે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ ખાતે જવાના છે. તમને જણાવી દઈએ કે,નરેન્દ્ર મોદી ભોપાલમાં ચાર કલાક રોકાશે. જંબોરી મેદાનમાં યોજાનાર કાર્યક્રમમાં વડાપ્રધાન ૧ કલાક ૧૫ મિનિટ માટે મંચ પર રહેશે.

આ કાર્યક્રમો પાછળ રાજ્ય સરકાર રૂ. ૨૩ કરોડનો ખર્ચ કરશે. આદિવાસીઓના બેસવા માટે મોટા પંડાલ પણ બનાવવામાં આવ્યા છે. તેમાં પડદા નાખવામાં આવી રહ્યા છે. એક અઠવાડિયાથી ૩૦૦ થી વધુ કામદારો આ કામમાં રોકાયેલા છે.

આ કાર્યક્રમ માટે રાજ્ય સરકાર રૂ. ૧૬ કરોડનો ખર્ચ કરી રહી છે, જેમાંથી રૂ. ૧૩ કરોડ માત્ર જાંબોરી મેદાનમાં યોજાનાર કાર્યક્રમમાં જ ખર્ચાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ સિવાય મુખ્ય મંચ પર કેટલાક નેતાઓ જ બેસશે.

વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થામાં ૩૦ વરિષ્ઠ અધિકારીઓ સહિત ૫૦૦૦થી વધુ પોલીસકર્મીઓ તૈનાત રહેશે. વડાપ્રધાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભોપાલ પોલીસે હોટલોમાં રોકાયેલા બહારના લોકોની માહિતી એકત્રિત કરવાનું શરૂ કરી દીધું છે. એટલું જ નહીં, ટીમ બનાવીને ભાડુઆતોનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે, ૮ દિવસમાં પોલીસને ૬૦૦૦થી વધુ ભાડૂતો મળી આવ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.