પોતાના જમાઈ પર ભડક્યો આફ્રિદી, કહ્યું- યોર્કર નાખવાની અક્કલ હોવી જાેઈતી હતી

ઇસ્લામાબાદ, ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧ની બીજી સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે મળેલી હાર બાદ પાકિસ્તાનની ટીમ બહાર થઈ ગઈ છે અને આ જ કારણ છે કે સોશિયલ મીડિયા પર ખેલાડીઓ પર ગુસ્સો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. શાહીન આફ્રિદીને તો તેના સસરા અને પૂર્વ ખેલાડી શાહિદ આફ્રિદીએ જ ફટકાર લગાવી દીધી છે. જી હા પાકિસ્તાનનો પૂર્વ ઓલરાઉન્ડર અને શાહીન શાહ આફ્રિદીના સસરા શાહિદ આફ્રિદીએ પોતાના જમાઈની ખરાબ બોલિંગના કારણે તેની ક્લાસ લઈ લીધી છે.
તેણે કહ્યું હું શાહીનથી ખુશ નથી. માત્ર એટલે કે હસન અલીએ એક કેચ છોડી દીધો તેનો અર્થ એ ન હોવો જાેઈએ કે તમે ૩ સિક્સ સતત ખાશો.
શાહીન પાસે એટલી સ્પીડ છે અને તેને ઓફની બહાર યોર્કર કરવાની અક્કલ હોવી જાેઈતી હતી પરંતુ તેણે મેથ્યૂ વેડના પસંદગીના ક્ષેત્રમાં બોલિંગ કરી. પાકિસ્તાનની હાર બાદ હસન અલીને પણ સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. શાહીન આફ્રિદીની જે ઓવરમાં સતત ૩ સિક્સ લાગ્યા એ જ ઓવરમાં હસન અલીએ મેથ્યૂ વેડનો સરળ કેચ છોડી દીધો અને તે જ પાકિસ્તાન માટે હારનું કારણ બન્યો.
પાકિસ્તાનનો સ્ટાર બોલર શાહીન આફ્રિદીએ સેમીફાઇનલ મેચમાં પોતાની ૪ ઓવરમાં ૩૫ રન આપીને એક વિકેટ લીધી હતી. તેની શરૂઆતી ૩ ઓવર શાનદાર રહી પરંતુ છેલ્લી ઓવરમાં લય બગડી ગઈ અને એક જ ઓવરમાં ૨૨ રન આપી દીધા. ૨૧ વર્ષીય ડાબા હાથનો યુવા ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ ટૂર્નામેન્ટની ૬ મેચમાં ૭ વિકેટ લીધી હતી. આ દરમિયાન તેની એવરેજ ૭.૦ની રહી.
ભારત વિરુદ્ધની મેચમાં તેણે ૩૧ રન આપીને ૩ વિકેટ લીધી હતી. આ તેનું વર્લ્ડ કપમાં સૌથી સારું પ્રદર્શન રહ્યું. તેણે રોહિત શર્મા, કે.એલ. રાહુલ અને વિરાટ કોહલીની વિકેટ લીધી હતી.
તેનો ઓવરઓલ ટી ૨૦ રેકોર્ડ જાેઈએ તો તે ૧૦૨ મેચમાં ૧૩૭ વિકેટ લઈ ચૂક્યો છે. એક વખત ૪ અને ૪ વખત ૫-૫ વિકેટ લેવાનું કારનામું કર્યું છે. તેની ઈકોનોમી ૭.૭૮ની રહી છે. પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીની દીકરી અક્સાના લગ્ન શાહીન આફ્રિદી સાથે થવાને લઈને ચર્ચા ચાલી રહી છે. રિપોર્ટ્સ મુજબ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. તેને લઈને બંને પરિવાર રાજી છે અને એકબીજાને આ બાબતે ચર્ચા પર કરી ચૂક્યા છે.HS