ધમકીથી ડરીને હસન અલીની પત્ની સાથે ભારત આવવા ઈચ્છા
નવી દિલ્હી, પાકિસ્તાન ક્રિકેટ ટીમને ટી-૨૦ વર્લ્ડ કપમાં સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર મળી છે. સતત પાંચ ગ્રૂપ મેચ જીતીને સેમીફાઈનલમાં પહોંચેલી ટીમનું એક હાર સાથે ટી-૨૦ વર્લ્ડ કપ જીતવાનું સપનું રગદોળાયું છે. આ હાર પાછળ હસન અલીને જવાબદાર માનવામાં આવી રહ્યો છે. તેણે છેલ્લી ઓવરમાં મેચ વિનિંગ ઈનિંગ્સ રમનારા મેથ્યૂ વેડનો કેચ છોડ્યો હતો. આ હાર પછી હસનની સાથો સાથ તેની પત્નીને પણ નિશાન બનાવવામાં આવી રહી છે.
ગુરૂવારે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી-૨૦ વર્લ્ડ કપની બીજી સેમીફાઈનલ મેચ રમાઈ હતી. પહેલી બેટિંગ કરતા પાકિસ્તાને ૪ વિકેટ પર ૧૭૬ રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ ૧૯ ઓવરમાં ૫ વિકેટ પર આ ટારગેટ હાંસલ કરી લીધો હતો. ૧૮.૩ ઓવરમાં મેથ્યૂ વેટનો કેચ હસન અલીના હાથથી છૂટ્યો હતો. એ પછી સતત ૩ છક્કા ફટકારીને તેણે મેચ ખતમ કરી હતી.
હસન અલીને પાકિસ્તાનની હાર બાદ સતત ધમકીઓ મળી રહી છે. તેણે ભારતની દીકરી સામિયા આરજૂ સાથે લગ્ન કર્યા છે. બંનેને એક નાનકડી દીકરી પણ છે. હવે હાર બાદ ઉશ્કેરાયેલા કેટલાંક ફેન્સ હસનની સાથે તેની દીકરી અને પત્નીને પણ નિશાન બનાવી રહ્યા છે. સામિયા આ ધમકીઓના કારણે ચિંતામાં મુકાઈ છે. તેણે સોશિયલ મીડિયા પર દીકરી સાથે ભારત આવવાની વાત કરી છે.
સામિયાએ એક ટિ્વટમાં લખ્યું છે કે, કેટલાંક બેશરમ પાકિસ્તાની ફેને અમારી દીકરીને પણ નિશાન બનાવી છે અને તેને નુકસાન પહોંચાડવાની ધમકી આપી છે. જાે પાકિસ્તાનમાં અમારી સુરક્ષા માટે ઉચ્ચ અધિકારીઓ પાસેથી કોઈ આશ્વાસન નહીં મળે તો હું સુરક્ષા માટે મારા માતા-પિતાની પાસે હરિયાણા આવી જઈશ.
સામિયાએ પોતાના ટિ્વટમાં લખ્યું છે કે, હું પાકિસ્તાનની જનતાને આ વાતની અપીલ કરૂ છું કે, ભલે હું એક ભારતીય હોવ, પરંતુ રોની જાસૂસ નહીં. મારા પતિએ એટલા માટે કેચ નહોતો છોડ્યો, કારણ કે તે શિયા છે. એટલા માટે અમને સુરક્ષિત રહેવા દો અને અમારા પર હુમલો ન કરો.SSS