મહિલા ઉપર કારમાં બે સંતાનો સામે દુષ્કર્મ આચર્યું
વડોદરા, એક મહિલાએ એક પુરુષ પર તેની સાથે અકુદરતી સેક્સ માણવાનો અને કારમાં તેની પાંચ વર્ષની પુત્રીની જાતીય સતામણી કરવાનો આરોપ લગાવતા છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
મહિલાના જણાવ્યા મુજબ આરોપી લાલા પટેલ રણછોડ પટેલનો પુત્ર હતો જે મહિલાના પતિ સાથે સાબરમતી જેલમાં બંધ હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે મહિલાના પતિની ચેઈન સ્નેચિંગના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે.
મહિલાએ દાવો કર્યો કે લાલા બુધવારે સાંજે તેની પાસે આવ્યો હતો અને કે તેણે તેને કેટલાક પૈસા આપવાના છે કહીને લાલો મહિલાને પોતાની કારમાં લઈ ગયો હતો અને કથિત રીતે કારમાં તેની સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું.
ફરિયાદીએ જણાવ્યું કે જ્યારે ઘટના બની ત્યારે તેના બે બાળકો કારમાં તેની સાથે હતા. તેણીએ આ વ્યક્તિ પર તેની પાંચ વર્ષની પુત્રીનું પણ જાતીય સતામણી કરવાનો આરોપ મૂક્યો છે. આ કેસની તપાસ છાણી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર. ડી મકવાણા કરી રહ્યા છે. સમગ્ર મામલે તેમણે જણાવ્યું કે, આરોપીને પકડવાનો બાકી છે. તેમણે ઉમેર્યું કે મહિલા તેના પતિના માતાપિતા અને તેના બાળકો સાથે રહેતી હતી.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મની ફરિયાદ ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં તાજેતરમાં ગાંધીનગર, સુરત અને ભરૂચમાં બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાથી ખળભળાટ મચી ગયો છે.SSS