રશિયાએ જી-૪૦૦ મિસાઇલ સિસ્ટમની ડિલીવરી શરૂ કરી
નવી દિલ્હી, ભારતને જલદી રશિયાથી એસ-૪૦૦ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ મળવા જઈ રહી છે. રશિયાએ આ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમને ભારત પહોંચાડવાનું શરૂ કરી દીધુ છે. આ એર ડિફેન્સ સિસ્ટમની ક્ષમતાનો અંદાજ તમે તેનાથી લગાવી શકો છે કે તે હજારો કિમી દૂરથી દુશ્મનની મિસાઇલને ક્ષણભરમાં હવામાં ધ્વસ્ત કરી શકે છે.
હાલ આ મિસાઇલ સિસ્ટમના પાર્ટ ભારતમાં આવવાનું શરૂ થઈ ગયું છે. ફેડરલ સર્વિસ ફોર મિલિટ્રી ટેક્નિકલ કોઓપરેશન ના ડાયરેક્ટર દિમિત્રી શુગેવે દુબઈ એર શોમાં કહ્યું કે, રશિયાએ ભારતને એસ-૪૦૦ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની આપૂર્તિ શરૂ કરી દીધી છે.
રશિયન સરકારની મુખ્ય સંરક્ષણ નિકાસ નિયંત્રણ સંસ્થા છે. તો ઈન્ડિયન ડિફેન્સ ઇન્ડસ્ટ્રીના સૂત્રોએ કહ્યું કે, એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમના પાર્ટ ભારતમાં પહોંચવા લાગ્યા છે અને તેને પહેલા પશ્ચિમ સરહદની નજીક કોઈ એક સ્થાન પર તૈનાત કરવામાં આવશે.