‘વાયુ’ વાવાઝોડું વધુ વિનાશકારી બન્યું
ગીર સોમનાથ સહિત અનેક જીલ્લાઓ તોફાની થવાની સાથે વરસાદ : કંડલા સહિતના
|
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : ગુજરાત પર વિનાશકારી ‘વાયુ’ વાવાઝોડું ત્રાટકવાનો ખતરો વધુ ગંભીર બનતા ગુજરાત સરકારે સતર્ક બની જઈસાવચેતીના તમામ પગલાં ભરી લીધા છે. ‘વાયુ’ વાવાઝોડાની અસર આજે સવારથી જ અમદાવાદ શહેરમાં જાવા મળી હતી.
આકાશ વાદળથી છવાયેલું રહ્યુ છે. અને વરસાદી છાંટા પડવાનું પણ શરૂ થયુ હતુ. વાતાવરણમાં એકાએક આવેલા પલટાના કારણે ઠડક પ્રસરતા ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલા શહેરીજનોએ રાહત અનુભવી હતી.
વિનાશકારી ‘વાયુ’ વાવાઝોડું હાલ અરબી સમુદ્રમાં વેરાવળથી ૩૮૦ કી.મી. દૂર છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે ‘વાયુ’ વાવાઝોડું વધુ તીવ્ર બની રહ્યુ છે. આવતીકાલે તા.૧ર અને તા.૧૩ જૂનના રોજ ‘વાયુ’ નો ખતરો ગુજરાત પર તોળાઈ રહ્યો છે. અને એમાંય ખાસ કરીને આ ‘વાયુ’ વાવાઝોડાની વધુ અસર સૌરાષ્ટ્રના દસ જેટલા જીલ્લાઓમાં વધુ ગંભીર અસર થાય એવી પૂરેપૂરી સંભાવના છે. વાયુ વાવાઝોડુંના ખતરાના કારણે તકેદારીના પગલાં રૂપે રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
સૌરાષ્ટ્રના કુલ ૪૦૮ ગામો ‘વાયુ’ થી પ્રભાવિત થાય તેમ છે. ત્યારે રાજ્ય સરકારે અનેક લોકોનું સ્થળાંત્તર પણ કરાવવાનું શરૂ કર્યુ છે. અને મોટાભાગના લોકોનું સ્થળાંત્તર થઈ પણ ગયુ છે. શિક્ષણ વિભાગે સાવચેતીના પગલાં રૂપે આવતીકાલેથી બે દિવસ સુધી સૌરાષ્ટ્રના દસ જીલ્લાઓની તમામ શાળાઓ અને કોલેજા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
‘વાયુ’ વાવાઝોડાથી થનારી સંભવિત અસરને પહોંચી વળવા માટે સરકારી તંત્ર સજ્જ બની ગયુ છે. જેમાં સરકારે જુદા જુદા વિભાગોને પણ જાતરી દીધા છે. અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમો પણ ઉભી થનારી પરિસ્થિતિ પહોંચી વળવા માટે પોરબંદર રવાના કરવામાં આવી છે.
અમદાવાદની તમામ સાધન સામગ્રી સાથેની ફાયરબ્રિગેડની ટીમોને પોરબંદરના દરિયા કિનારા સહિતના જુદા જુદા સ્થળે તહેનાત રહેવા સુચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, કચ્છ સહિતના દસ જીલ્લા પર ‘વાયુ’ નો ખતરો તોળાઈ રહ્યો છે. ત્યારે સરકારી અધિકારીઓ છેલ્લા બે દિવસથી જુદા જુદા ગામોમાં ફરી લોકોનું સ્થળાંતર કરવા અપીલ કરી હતી. અને કેટલાંક ગામો તો સંપૂર્ણપણે ખાલી પણ કરી દેવામાં આવ્યા છે. કારણ કે ‘વાયુ’ ની અસર ઓછામાં ઓછી પ૦ લાખ જેટલા લોકોને થાય એવી શક્યતાઓ જાવામાં આવી રહી છે. ‘વાયુ’ વાવાઝોડાના કારણે ઉભી થનારી અસર પરિસ્થિતિ પહોંચી વળવા માટે રાજકીય તંત્ર દ્વરા એકશન પ્લાન બનાવવામાં આવ્યો છે. લોકોને સલામત સ્થળે ખસેડ્યા બાદ આશરો આપવા માટે રાહત કેમ્પો ઉભા કરવામાં આવ્યા છે.
હવામાન વિભાગે ‘વાયુ’ વધુ વિનાશકારી બન્યુ હોવાની જાણ કરતા એસ.ડીઆરએફની ૧૦ ટીમો, આર્મીની ૧ર ટીમો તેમજ અન્ય ર૩ ટીમોને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. ‘વાયુ’ ના કારણે માલમિલકતને નુકશાન ન થાય અને કોઈ પોતાનો જીવ ન ગુમાવે એ માટે સરકારી તંત્ર કટીબધ્ધ છે. ‘વાયુ’ વધુ વિનાશક બનતા આજે સવારે ૧૬પ કિ.મી.ની ઝડપથી પવન ફૂંકાવાનું શરૂ થયું છે અને સોમનાથ, જામનગર અને ભાવનગરના દરીયા કીનારો પણ તોફાની બન્યો હોવાનું જાણવા મળે છે.
‘વાયુ’ની વધુ અસર ગીર સોમનાથ જીલ્લામાં જાવા મળી છે. આજે સવારથી જ ગીર સોમનાથ જીલ્લામાં જુદા જુદા સ્થળે ધોધમાર વરસાદ શરૂ થયો છે. ગીર સોમનાથના જીલ્લા ૪૦, ભાવનગર જીલ્લાના ૩૦ અને જામનગર જીલ્લાના ૧પ ગામો અને ઉનાના પ૧ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. અને લોકોને સ્થળાંતર કરાવવાની કામગીરી પુરજાશમાં ચાલુ કરી દેવાઈ છે.
ગુજરાત પર તોળાઈ રહેલા વાયુ વાવાઝોડાના ભયાનક ખતરાને લીધે રાજ્યભરમાં ચિંતા અને ઉચાટનો માહોલ સર્જાયો છે. રાજ્યભરની પ્રજા કોઈ અજ્ઞાત ભયના ઓથા હેઠળ ધકેલાઈ ગઈ છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા અગમચેતીના પગલાં લેવામાં કોઈ કચાશ રાખવામાં આવી નથી
જે જે જીલ્લાઓમાં ‘વાયુ’ ની અસર થવાની છે તે તમામ જીલ્લાઓ પર તંર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. અને આ તમામ જીલ્લાઓમાં હેલિકોપ્ટરોને પણ તૈયાર રખાયા છે. હેલીકોપ્ટર દ્વારા ઉચ્ચ અધિકારીઓ સતત હવાઈ નિરીક્ષણ પણ કરી રહ્યાચ છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તમામ જીલ્લાના પોલીસ વડાને પોતપોતાના જીલ્લામાં હાજર રહેવા અને વાવાઝોડાના ખતરાના કારણે તમામ કર્મીની રજા રદ કરવા સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત, સોમનાથ અને દ્વારકામાં યાત્રાળુઓને પણ સલામત સ્થળે ખસી જવા તાકીદ કરવામાં આવી છે. ‘વાયુ’ વાવાઝોડાની ગંભીર અસર હેઠળ આવનારા સૌરાષ્ટ્રના દશ જીલ્લાઓમાં લોકોને કોઈ મુશ્કેલી ન પડે અને સલામત સ્થળે ખસી જાય એ માટે ગાંધીનગર ખાતે ખાસ કેન્દ્રો પણ શરૂ કરવામાં આવ્યા છે જેનું ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરીંગ થઈ રહ્યુ છે. આ ઉપરાંત ક્ડલા સહિતના બંદરો પણ ખાલી કરાવવામાં આવ્યા છે.