Western Times News

Gujarati News

મોરબીમાં 600 કરોડનું ડ્રગ્સ ઝડપાયુંઃ ત્રણની ધરપકડ

મોરબી,  રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી મામલે ગુજરાત પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામથી ગુજરાત ATSની ટીમ દ્વારા દરોડા પાડી મકાનમાંથી 120 કિલો રૂ. 600 કરોડનું હેરોઈન ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. આ ડ્રગ્સકાંડ મામલે રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને પાકિસ્તાન અને UAE કનેક્શન સહિતની સિલસિલેવાર વિગતો જાહેર કરી હતી.

રાજ્યના પોલીસવડાએ સંબોધતાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે આ હેરોઇન ડ્રગ્સ ઓકટોબર મહિનાના છેલ્લા અઠવાડિયામાં પાકિસ્તાનના મધદરિયેથી ડિલિવરી લઈ દ્વારકામાં છુપાવ્યું હતું. એ બાદ મોરબી ઝીંઝુડા ગામના એક મકાનમાં છુપાવ્યું હતું.

ગુજરાત પોલીસનું મોટું ઓપરેશન છે. 120 કિલો હેરોઇન પકડાયું છે, જેની આંતરરાષ્ટ્રીય કિંમત રૂ. 600 કરોડની કિંમત થાય છે. દેશમાં ડ્રગ્સ ઘુસાડવા માટે પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓ ગુજરાતની દરિયાઈ સીમાનો ઉપયોગ શરૂ કર્યો છે. જો કે એજન્સીઓ સતર્ક હોવાથી ડ્રગ્સ ઝડપાઈ જાય છે.

ભારતની આંતરરાષ્ટ્રીય દરિયાઇ સીમામાંથી લાવ્યા હતા. આ કેસમાં સમસુદ્દીન સૈયદ, જબ્બાર મુખ્તાર હુસૈન અને ગુલામ હુસૈનની અટકાયત કરવામાં આવી છે. આ અંગે કેન્દ્રીય એજન્સીઓને પણ જાણ કરવામાં આવી છે. પાકિસ્તાનના સ્મગલરો ડ્રગ્સ લઈને આંતરરાષ્ટ્રીય સરહદ સુધી આવે છે. ત્યાર બાદ આરોપીઓ પોતાની બોટ લઈ સરહદ સુધી જાય છે અને માલની ડિલિવરી લઈ લે છે.

તેમણે કહ્યું હતું કે, ત્રણ આરોપીઓમાંથી ગુલાબ ભાગડ અને જબ્બાર બંને ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. દરિયાઈ માર્ગે આવેલું તમામ ડ્રગ્સ જપ્ત કરાયું છે.

આ ડ્રગ્સ પહેલાં આફ્રિકા મોકલવાનું હતું બાદમાં ગુજરાતમાં મોકલવામાં આવ્યું છે. આ ડ્રગ્સ સલાયા લવાયા બાદ મોરબી લાવવામાં આવ્યું હતું.મોટાભાગનું ડ્રગ્સ ભારતમાં લાવીને વિદેશ મોકલવામાં આવે છે.

ડ્રગ્સ ગુજરાતમાં પહોંચાડવા માટેનું કાવતરૂ UAEમાં ઘડવામાં આવ્યું હતું.રાજયની તમામ એજન્સીઓ સક્રિય છે અને તમામ જથ્થો ઝડપાઇ ચુક્યો છે અને બહાર કોઈ જથ્થો ગયો નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.