Western Times News

Gujarati News

૧૯ નવેમ્બરે ૬૦૦ વર્ષનું સૌથી લાંબુ આંશિક ચંદ્રગ્રહણ

નવી દિલ્હી, ૧૯ નવેમ્બર, કાર્તિક પૂર્ણિમાના રોજ આંશિક ચંદ્રગ્રહણ છેલ્લા ૬૦૦ વર્ષમાં સૌથી લાંબુ ચંદ્રગ્રહણ છે, જેના કારણે ખગોળશાસ્ત્રીઓ તેમજ મેદિની જ્યોતિષશાસ્ત્રના નિષ્ણાતો તેના વિશે ખાસ કરીને ઉત્સુક છે. આ ચંદ્રગ્રહણ ભારતીય સમય અનુસાર ૧૦ઃ૫૯ વાગ્યે છે.

લગભગ ૪ કલાક સુધી ચાલનાર આ આંશિક ચંદ્રગ્રહણ પશ્ચિમ આફ્રિકા, પશ્ચિમ યુરોપ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને એશિયાના કેટલાક ભાગોમાં દેખાશે. ભારતમાં તે અરુણાચલ પ્રદેશ અને આસામમાં થોડા સમય માટે જ દેખાશે.

શુક્રવારના રોજ પડનારા આ ગ્રહણ સમયે ચંદ્ર કૃતિકા નક્ષત્રમાં વૃષભ રાશિમાં હશે જેના કારણે દૂધનો વેપાર કરનારા લોકો, પશુપાલકો માટે પરેશાની થઈ શકે છે. વેપારીઓ, મહત્વપૂર્ણ લોકો અને વિશિષ્ટ પદો પર આસીન લોકો માટે આ ગ્રહણ કષ્ટકારી સાબિત થશે. આ ચંદ્રગ્રહણના થોડા દિવસોમાં દૂધની કિંમત વધી શકે છે. ગ્રહણ સમયે સૂર્ય અને ચંદ્ર અનુક્રમે રાહુ કેતુની અક્ષમાં વૃશ્ચિક અને વૃષભ રાશિમાં હશે.

વૃશ્ચિક રાશિના પ્રભાવને કારણે ગ્રહણના થોડા દિવસોમાં દિલ્હી-એનસીઆરમાં કોરોનાના કેસ વધવાની આશંકા છે. વૃષભથી પ્રભાવિત બિહાર અને ઝારખંડમાં અસાધારણ વરસાદને કારણે જાન-માલનું નુકસાન થઈ શકે છે.

રાજકીય બાબતોમાં પણ ઉથલપાથલ થઈ શકે છે. ચંદ્રગ્રહણની કુંડળીમાં જળ તત્વ મીન રાશિનો ઉદય થઈ રહ્યો છે અને સૂર્ય અને ચંદ્ર બંને જળ તત્વની નવાંશમાં સ્થિત છે, જેના કારણે પર્વતો પર ભારે હિમવર્ષા થશે અને દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થશે. હવામાનમાં ફેરફાર થશે.

ગ્રહણ પછી તરત જ ઉત્તર ભારતમાં શીત લહેર અને દક્ષિણ ભારતમાં ભારે વરસાદથી સામાન્ય જનજીવન પ્રભાવિત થશે. આઠમા ઘરમાં મંગળ અને બુધનું સ્થાન અને ગ્રહણની કુંડળીમાં અગિયારમા ઘરમાંથી શનિનું પાસું ઉત્તરપૂર્વ ભારતમાં અરુણાચલ અને આસામમાં ચીનની સરહદ પર વધતા તણાવના સંકેત આપે છે.

આ આંશિક ચંદ્રગ્રહણ પછી તરત જ યુરોપમાં અને અમેરિકા કેટલાક શહેરોમાં ઝડપથી કોરોનાના કેસ વધતાં કડક નિયંત્રણો લાદવામાં આવી શકે છે.ભારતમાં પણ ડિસેમ્બર સુધીમાં કોરોનાની ત્રીજી લહેર જાેવા મળી શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.