ચીન: યુનિ.ની હોસ્ટેલમાં ૧૫૦૦થી વધુ છાત્રને આઈસોલેટ કરાયા

બીજિંગ, જે ચીનમાંથી કોરોના વાયરસ નીકળ્યો, ત્યાં એકવાર ફરીથી આનો પ્રકોપ જાેવા મળી રહ્યો છે. ચીનની એક યુનિવર્સિટીમાં કોરોના સંક્રમણ વધ્યા બાદ ત્યાંના લગભગ ૧૫૦૦ થી વધારે વિદ્યાર્થીઓ હોટલ્સમાં આઈસોલેટ કરી દેવાયા છે.
ચીનના દાલિયાન પ્રાંતના નોર્થ-વેસ્ટર્ન સિટીમાં સ્થિત ઝુંગાઝે યુનિવર્સિટીમાં રવિવારે કોરોનાના ડઝન કેસ સામે આવ્યા હતા. જે બાદ યુનિવર્સિટી કેમ્પસને સીલ કરી દેવાઈ છે, સાથે જ વિદ્યાર્થીઓને આઈસોલેટ માટે હોટલમાં મોકલી દેવાયા છે. વિદ્યાર્થી ત્યાંથી ઑનલાઈન ક્લાસ અટેન્ડ કરી રહ્યા છે અને તેમને રૂમમાં જ ભોજન આપવામાં આવી રહ્યુ છે.
ચીન સતત કોરોનાને લઈને ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહ્યુ છે. જ્યાં પણ કોરોનાના થોડા પણ કેસ સામે આવે છે, ચીન તરત જ તે વિસ્તારમાં લોકડાઉન લાગુ કરી દે છે. ક્વોરન્ટાઈન, ટેસ્ટિંગ અને ટ્રાવેલ પર રિસ્ટ્રિક્શન ત્યાંની મોટાભાગની આબાદી માટે હવે ન્યુ નોર્મલ બની ગયુ છે. ચીનમાં કોરોના વિરુદ્ધ વેક્સિનેશન અભિયાન પણ ઝડપથી ચાલ્યુ છે.
દાવો છે કે ત્યાં દુનિયામાં સૌથી વધારે વેક્સિન ડોઝ લગાવાયા છે. આ સાથે જ હવે ત્યાં બૂસ્ટર ડોઝ પણ લગાવવાની તૈયારી ચાલી રહી છે. તાજેતરમાં જ હેલ્થ વર્કર્સે ક્વોરન્ટાઈન કરવામાં આવેલા એક શખ્સના પાલતૂ કુતરાને મારી નાખ્યા હતા જેને લઈને પણ ત્યાં ઘણો વિવાદ વધી ગયો હતો. આ ઘટના શંગરાઓમાં થઈ હતી. જે બાદ ત્યાંની લોકલ ઓથોરિટીએ એક નિવેદન જારી કર્યુ હતુ. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કૂતરાના માલિક અને હેલ્થ વર્કર્સની વચ્ચે કરાર થઈ ગયા છે.
ચીનની એનિમલ રાઈટ્સ પર કામ કરનારી સંસ્થા ચાઈના સ્મૉલ એનિમલ પ્રોટેક્શન એસોસિએશને આ ઘટનાનો વિરોધ કરતા કહ્યુ હતુ કે મહામારીની આડમાં કોઈ અબોલના જીવ લેવા જાેઈએ નહીં.
કોરોના સંક્રમણને ફેલાવવાથી રોકવા માટે ચીન તરફથી કેટલાય પ્રકારના પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યા છે. રાજધાની બીજિંગમાં સંક્રમણને રોકવા માટે હવે દેશના કોઈ પણ ભાગમાંથી અહીં આવનારા મુસાફરને નેગેટીવ રિપોર્ટ લાવવી પડશે. આ રિપોર્ટ આવવાથી ૪૮ કલાક પહેલાની જ હોવી જાેઈએ.
ચીનમાં ગયા વર્ષે જ કોરોના પર લગભગ લગામ લાગી ચૂકી હતી પરંતુ હવે અહીં કેટલાય વિસ્તારમાં સંક્રમણના કેસ વધી રહ્યા છે. ચીનમાં અત્યાર સુધી કોરોનાના ૯૮,૩૧૫ કેસ સામે આવી ચૂક્યા છે અને ૪,૬૩૬ મોત નીપજ્યા છે. ચીનના નેશનલ હેલ્થ મિશન અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૨ નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી ૨૫ કેસ માત્ર દાલિયાનમાં મળ્યા છે.SSS