દિલ્હી મોડેલની મુલાકાતે ‘AAP’ ઉત્તર ગુજરાતના ૧૫૦૦ થી વધુ કાર્યકર્તાઓ રવાના

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) ‘આમ આદમી પાર્ટી’ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના દિલ્હી મોડલની તેમાં પણ ખાસ કરીને દિલ્હીની સરકારી શાળાઓની અને સરકારી શાળાઓમાં ચાલતા શિક્ષણ કાર્યોની પ્રશંસા સમગ્ર વિશ્વમાં થઈ રહી છે,
ત્યારે ‘૨૦૨૨ ગુજરાત વિધાનસ ભા ચૂંટણીમાં દિલ્હી મોડલ ના આધારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પ્રચાર કરી શકે ‘તે માટે ઉત્તર ગુજરાત આમ આદમી પાર્ટીના ૧૫૦૦ થી પણ વધુ કાર્યકર્તાઓ પાલનપુર રેલવેસ્ટેશન થી દિલ્હી જવા રવાના થયા હતા…
દિલ્હી ‘આમ આદમી પાર્ટી’ ની કેજરીવાલ સરકારે ગરીબ તેમજ મધ્યમ વર્ગના બાળકોને સરકારી શાળાઓમાં સારું શિક્ષણ મળે અને તેઓ સર કારી શાળાઓમાં નિઃશુલ્ક શિક્ષણ મેળવવા પ્રેરાય તે માટે સરકારી શાળાઓમાં ચાલતા શિક્ષણ પર ખાસ ભાર મૂક્યો છે.
દિલ્હીની કેજરીવાલ સરકાર દ્વારા ખાનગી શાળાઓ કરતાં પણ ચઢિયાતી સરકારી શાળા ઓનું નિર્માણ કરવામાં આવ્યું છે,તેમજ શિક્ષકો દ્વારા સરકારી શાળાઓમાં પ્રશંસનીય શૈક્ષણિક કાર્ય કરવામાં આવી રહ્યું છે
આજ રોજ ઉત્તર ગુજરાત આમ આદમી પાર્ટીના ૧૫૦૦ થી પણ વધુ કાર્યકર્તાઓ દિલ્હી સરકારી શાળાઓની મુલાકાત લેવા બનાસકાંઠા જિલ્લાના પાલન પુર રેલવે સ્ટેશનથી દિલ્હી જવા રવાના થયા હતા અને થોડાક સમય માટે પાલનપુર રેલવે સ્ટેશન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓથી ઉભરાઈ ગયું હતું.