અંકલેશ્વરમાં તસ્કરો બેફામ શોપિંગમાંથી ATM મશીનની ચોરી

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં ત્રણ જેટલા મકાનોને નિશાન બનાવતા તસ્કરોઃ લાખો રૂપિયા ની મત્તાની ચોરી થી ચકચાર
(પ્રતિનિધિ)ભરૂચ, અંકલેશ્વર માં તસ્કરો બેફામ બન્યા હોય તેમ અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ એક શોપિંગ સેન્ટર માંથી આખે આખું છ્સ્ મશીનની ચોરી કરી ગયા તો જીઆઈડીસી વિસ્તારના ત્રણ મકાનો ને નિશાન બનાવી એક કાર સહિત લાખો રૂપિયાની ચોરી કરી જતા ચકચાર મચી જવા પામી છે.
અંકલેશ્વરના નેશનલ હાઈવે ૪૮ પર આવેલ નવજીવન હોટલના બાજુના શોપિંગમાં આવેલ હિટાચી એ.ટી.એમ ને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી ઘટના સ્થળેથી ફરાર થઈ જતાં ભારે ખળભળાટ મચ્યો હતો..
હાઈવે પર આવેલ નવજીવન હોટલ નજીકના શોપિંગમાં આવેલ હિટાચી છ્સ્ તસ્કરોએ તોડફોડ કરી આખું મશીન ઉઠાવી ચોરી ગયા હોવાનું સામે આવી રહ્યું છે,જાેકે મશીનમાં હાલમાં કેટલી રકમ હતી
તે અંગે હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી જાેકે આખું મશીન ઉઠાવી જવાની ઘટનાના પગલે પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસના ધમધમાટ શરૂ કર્યો હતો.બીજી બાજુ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ત્રણ જેટલા મકાનોને નિશાન બનાવી તસ્કરો કાર સહિત લાખો રૂપિયા નો હાથ ફેરો કરી જતા ચકચાર મચી જવા પામી છે.
અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ગણેશ રો હાઉસ ખાતે બે જેટલા મકાનો ના રાત્રી દરમ્યાન તાળા તૂટવા પામ્યા હતા.તો પંચવટી બંગ્લોઝ સોસાયટીના બંધ મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું .
જેમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી તિજાેરીના તાળા તોડી તેમાં રહેલા રોકડા રૂપિયા તથા સોના ચાંદીના દાગીના લેપટોપ સહિત પાર્ક કરેલ કારની પણ ચોરી કરી જતા ૩૧ લાખ ઉપરાંતની ચોરીની ઘટનાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.
ભરૂચ જિલ્લામાં શિયાળાની ગુલાબી ઠંડીમાં શરૂ થતાં જ તસ્કરો જાણે પોતાનો કસાબ અજમાવવામાં લાગ્યા હોય તેમ લાગી રહ્યું છે.