ડિસેમ્બરમાં તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે નોંધાવાની શક્યતા

ગાંધીનગર, રાજ્યમાં ઠંડીનો જાેર યથાવત છે, પરંતુ આ વચ્ચે હવામાન શાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર બંગાળના ઉપાગર અને અરબ સાગરના ભેજના લીધે દક્ષિણ મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને તેલંગાણાના દરિયાકિનારે હવામાનમાં પલટો આવી શકે છે.
૧૬ નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં હવાનું દબાણ વધે અને ભારતના મોટાભાગમાં ૧૭થી ૨૦ નવેમ્બરમાં માવઠું આવે તેવી શક્યતા છે. પ્રાપ્ત માહિતી ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થતાં દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે વાતાવરણમાં પલટો આવી શકે છે.
હવામાન વિભાગ મુજબ રાજ્યના પંચમહાલ કેટલાક વિસ્તારો, ઉત્તર-મધ્ય ગુજરાતમાં, ભરૂચ, અમદાવા અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટાની સાથે કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની વકી છે.
સમગ્ર રાજ્યમાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. સોમવારે સિઝનમાં પહેલીવાર નલિયાનું લઘુત્તમ તાપમાન ૧૧.૪ ડિગ્રી પહોંચી જતાં લોકો ઠુંઠવાઈ ગયા હતા. આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં ૧૫.૯ ડિગ્રી, અમરેલીમાં ૧૬ ડિગ્રી, ડીસામાં ૧૪.૯ ડિગ્રી, રાજકોટમાં ૧૫.૭ ડિગ્રી, કંડલામાં ૧૭ ડિગ્રી, તથા ભાવનગરમાં ૧૭.૯ ડિગ્રી નોંધાતા રાજ્યમાં ઠંડીનું જાેર યથાવત છે.
જાે કે, આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવવાની સાથે માવઠાની શક્યતા છે. જાે કે, ડિસેમ્બર મહિનામાં ઠંડી વધશે અને અમદાવાદનું લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે નોંધાય તેવી શક્યતાઓ છે. જેમાં કેટલાક ભાગોમાં તો ગાજવીજ સાથે અષાઢી મહિના જેવો માહોલ સર્જાય તેવી પણ શક્યતાઓ છે.
જ્યોતિષની આગાહી મુજબ ગ્રહોની સ્થિતિ પ્રચંડ નાડીમાં હોવાથી ૧૮થી ૨૧ નવેમ્બર ઉપરાંત ડિસેમ્બર મહિનાની શરૂઆત સુધીમાં પણ વિશિષ્ટ સ્થિતિને લીધે બંગાળના ઉપસાગરમાં થતાં હવાના દબાણમાં ગુજરાત પ્રભાવિત થઈ શકે છે. આ વખતે ડિસેમ્બરની શરૂઆત ભારે ઠંડ પડશે અને ૨૨ ડિસેમ્બર પછી રાજ્યમાં ઠંડીનું મોજુ સમગ્ર રાજ્યમાં ફરી વળે તેવી પ્રભળ આશંકાઓ છે.SSS