લિબયાના પૂર્વ સરમુખત્યાર મોમાર ગદ્દાફીનો પુત્ર રાષ્ટ્ર પ્રમુખ પદની ચૂંટણી લડશે

કેરો, લિબીયાના જન્નત નશીન સરમુખત્યાર મોમાલ ગદ્દાફીનો પુત્ર આગામી મહીને યોજાનારી રાષ્ટ્ર પ્રમુખપદની ચૂંટણીમાં ઊભા રહેનાર છે. તેમ લિબિયાનાં ચૂંટણી પંચે આજે જણાવ્યું હતું.ચૂંટણી પંચે આજે પ્રસિદ્ધ કરેલાં નિવેદનમાં જણાવ્યું હતું કે, પૂર્વ પ્રમુખ મોમાર ગદ્દાફીના પુત્ર સૈફ-અલ્-ઇસ્લામે આજે તેમનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું.ચૂંટણી કચેરીમાંથી જ જાહેર કરાયેલા વિડીયોમાં તેણે કહ્યું હતું કે, દેશ માટે સાચો માર્ગ શો છે, તે તો અલ્લાહ જ નિશ્ચિંત કરશે.
તા. ૨૪ ડિસેમ્બરે લિબિયામાં પ્રમુખપદની ચૂંટણી યોજાવાની છે. તે માટે યુનોએ ભગીરથ પ્રયાસો કર્યા હતા અને આંતર યુદ્ધ અટકાવી દેશને લોકશાહીના પંથે મુક્યો છે.વાસ્તવમાં ૨૦૧૧માં ગદ્દાફીના આ પુત્રને લડવૈયાઓ (વિરોધીઓએ) પકડી લીધો હતો તે સમયે મોમાર ગદ્દાફીની સરકાર ઉથલી પડી હતી.
ગદ્દાફીએ ૪૦ વર્ષ દેશ ઉપર શાસન કર્યું હતું તે સર્વ વિદિત છે. તે પછી દેશમાં ગદ્દાફી સામે વિદ્રોહ ફાટી નીકળતાં તેઓ માર્યા ગયા હતા. પરંતુ હવે તેમનો પુત્ર પ્રમુખ પદ માટે ચૂંટણી લડનાર છે. સૈફ અલ-ઇસ્લામ ચૂંટણી પંચની કચેરીએ પહોંચ્યો ત્યારે તેણે લિબીયનોનો પરંપરાગત પોષાક પહેર્યો હતો.
તેણે જણાવ્યું હતું કે તે દેશનાં સર્વોચ્ચપદની ચૂંટણી લડનાર છે. જાે કે તેની સામે લશ્કરી દળોનાં જૂથોમાં ચાલી રહેલો આંતરિક-સંઘર્ષ તથા ચૂંટણી સંબંધી કેટલાંક કાનૂનો પડકારરૂપ છે જ પરંતુ અલ્લાહની કૃપાથી તે બધું તેઓ ઓળંગી શકશે.ગદ્દાફીને ૮ બાળકો હતાં તે પૈકી મૌત્તાસ્તવ તો ગદ્દાફી પકડાયો અને તેની હત્યા થઈ તે સમયે તેની સાથે જ માર્યો ગયો હતો.
બીજા બે સૈફ-અલ-આરબ અને ખામીસ પણ ગદ્દાફી સામેના વિપ્લવમાં પહેલાં જ માર્યા ગયા હતા. એક પુત્ર અલ-સાદી-ગદ્દાફી પકડાઈ ગયો હતો. પરંતુ ૭ વર્ષ પછી મુક્ત કરવામાં આવ્યો હતો. તે એક સમયે બાજુનાં નાઇજરમાં નાસી ગયો હતો ત્યાંથી લિબીયામાં પ્રત્યાર્પણ કરાવવામાં આવ્યું હતું પરંતુ છેવટે મુક્ત કરાયો હતો.HS