ભારત-ઇઝરાયેલ જૂન સુધીમાં મુક્ત વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપી શકે છે

નવીદિલ્હી, ભારતમાં ઇઝરાયલના રાજદૂત નાઓર ગિલોને કહ્યું છે કે, અમે (ભારત અને ઇઝરાયેલ) મુક્ત વેપાર કરાર પર ચર્ચા કરી અને જૂન સુધીમાં તેને અંતિમ સ્વરૂપ આપવાનો પ્રયાસ કરવાનો ર્નિણય કર્યો. તે દેશો વચ્ચે વેપાર, નિષ્ણાત શ્રમના વિનિમય અને અન્ય બાબતોમાં મદદ કરી શકે છે.
તે જ સમયે, ઇઝરાયેલના વડા પ્રધાનની ભારત મુલાકાત વિશે વાત કરતા તેમણે કહ્યું છે કે, અમે તેના પર કામ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, હજુ સુધી કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી પરંતુ આ પ્રવાસ આવતા વર્ષની શરૂઆતમાં નહીં થાય. તેમણે કહ્યું કે, ઈઝરાયેલના પીએમ આવતા વર્ષના મધ્યમાં ભારતની મુલાકાત લઈ શકે છે.
થોડા સમય પહેલા ભારત-ઈઝરાયેલ સંબંધો પર વાત કરતી વખતે ગિલોને કહ્યું હતું કે, ‘ભારત અને ઈઝરાયેલ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોના ૩૦ વર્ષ પૂરા થવાના છે. પરંતુ અમારો સંબંધ સદીઓ પહેલાનો છે. ભારત અને ઈઝરાયલ મળીને બહુ મોટી શક્તિ બની ગયા છે. મુક્ત વ્યાપાર કરાર પછી, એવી અપેક્ષા છે કે અમારો વેપાર નોંધપાત્ર રીતે વધશે.
ગિલોને જણાવ્યું હતું કે, એક હજારથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ઈઝરાયેલમાં ઉચ્ચ શિક્ષણ લઈ રહ્યા છે. સાથે જ બંને દેશો વચ્ચે સ્વાસ્થ્ય ક્ષેત્રે પણ ઘણો સહયોગ છે. તેમણે કહ્યું, જ્યારે ઈઝરાયેલ કોરોનાના પ્રથમ મોજામાં પ્રભાવિત થયું હતું, જ્યારે કોઈ દેશ તરફથી મદદ મળી રહી ન હતી, ત્યારે ભારતે દવાઓ મોકલી, અમે તેના માટે આભારી છીએ.
જ્યારે બીજી લહેર આવી અને ભારતને અસર થઈ, ત્યારે ઈઝરાયેલે ઓક્સિજન કોન્સન્ટ્રેટર મોકલ્યા. ઇઝરાયેલથી ઘણા પ્રવાસીઓ આવે છે. જાે તમે ઇઝરાયલ આવો, તો તમે જાેશો કે ભારત વિશે કેટલી હૂંફ છે. મેં ભારતમાં પણ આવી જ હાલત જાેઈ. ઈઝરાયેલ માટે ભારતમાં ઘણો પ્રેમ છે.HS