રાજસ્થાન સરકારે પણ પેટ્રેાલ-ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો

જયપુર, રાજસ્થાન સરકારે પેટ્રોલ અને ડીઝલ પર વેલ્યુ એડેડ ટેક્સ (વેટ) ઘટાડવાનો ર્નિણય લીધો છે, જેનાથી રાજ્યમાં પેટ્રોલ રૂ. ૪ અને ડીઝલ રૂ. ૫ સસ્તું થશે. નવા દરો મંગળવારે બપોરે ૧૨ વાગ્યાથી લાગુ થશે. કેબિનેટની બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો હતો.
કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં તાજેતરમાં કરાયેલા ઘટાડા બાદ રાજ્ય સરકાર પર વેટ ઘટાડવાનું દબાણ હતું. મુખ્ય વિપક્ષ ભાજપ સતત રાજ્ય સરકાર પર વેટ ઘટાડવાની માંગને લઈને નિશાન સાધતું હતું.બેઠક બાદ મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વીટ કર્યું, ‘આજે કેબિનેટની બેઠકમાં પેટ્રોલ અને ડીઝલ પરના વેટના દરમાં ઘટાડો કરવાનો સર્વસંમતિથી ર્નિણય લેવામાં આવ્યો.
આ પછી આજે રાત્રે ૧૨ વાગ્યાથી પેટ્રોલમાં ૪ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલમાં ૫ રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થશે. ગેહલોતના જણાવ્યા અનુસાર, આ પગલાથી રાજ્ય સરકાર વાર્ષિક ૩૫૦૦ કરોડ રૂપિયાની આવકનું નુકસાન સહન કરશે.SSS