સિંગર નિક જોનસ ૧૬ વર્ષથી ડાયાબિટીસ સામે લડી રહ્યો છે

મુંબઈ, એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાના સિંગર પતિ નિક જાેનસને ૧૩ વર્ષથી ઉંમરથી ડાયાબિટીસ છે. તેને ટાઈપ-૧ ડાયાબિટીસ છે. નિક જાેનસે હાલમાં જ આ અંગે લાંબી પોસ્ટ લખી છે, જે ખૂબ ચર્ચામાં છે. આ પોસ્ટમાં તેણે લક્ષણોથ લઈને જે મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો છે, જેનો સામનો તે છેલ્લા ૧૬ વર્ષથી કરી રહ્યો છે.
આ પોસ્ટમાં નિક જાેનસે તેમ પણ જણાવ્યું છે કે, તે ૧૬ વર્ષથી કેવી રીતે ડાયાબિટીસ સામે લડી રહ્યો છે. નિક જાેનસે પોતાની એક સેલ્ફી શેર કરી છે અને સાથે લખ્યું છે નેશનલ ડાયાબિટીસ મંથ ચાલી રહ્યો છે અને હું નિયમિત મારી ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર હીરોની પોસ્ટ શેર કરતો રહું છું.
ડાયાબિટીસ મારી સાથે જાેડાયેલી છે તેને ૧૬ વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. હું તે સમયે ૧૩ વર્ષનો હતો અને મારા ભાઈઓ સાથે રમી રહ્યો હતો. મને અંદર-અંદર તેવી જાણ હતી કે મારી સાથે કંઈક તો ગરબડ છે. તેથી, હું મારા મમ્મી-પપ્પા પાસે ગયો હતો અને જણાવ્યું હતું કે, મારે ડોક્ટર પાસે જવું છે. મારામાં લક્ષણ જાેયા બાદ ડોક્ટરે જણાવ્યું હતું કે, મને ટાઈપ-૧ ડાયાબિટીસ છે.
પોસ્ટમાં નિક જાેનસે આગળ લખ્યું છે હું ખરાબ રીતે તૂટી ગયો હતો. હું ડરી ગયો હતો. શું તેનો અર્થ એ છે કે મારું દુનિયા ફરવાનું અને મ્યૂઝિક બનાવવાનું સપનું ખતમ થઈ ગયું? પરંતુ હું પ્રતિબદ્ધ હતો, ઠીક જે રીતે જેમ હું હંમેશાથી રહ્યો છું.
હું નહોતો ઈચ્છતો કે તેના કારણે હું ધીમો થઈ જાઉ અથવા થોભી જાઉ. મુશ્કિલ દિવસો હોય છે, પરંતુ મારી પાસે એક અવિશ્વસનીય સપોર્ટ સિસ્ટમ છે, જેના પર હું ભરોસો કરી શકું છું જેનાથી મને આગળ વધવામાં મદદ મળી શકે. અને જ્યારે પણ હું લો અનુભવું છું ત્યારે પોતાના પ્રત્યે વધારે કઠોર ન થઈ જાઉ.
નિક જાેનસની આ ઈમોશનલ પોસ્ટની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે અને દરેક કોઈ તેની હિંમતના વખાણ કરી રહ્યા છે. પ્રિયંકા ચોપરાએ પણ તેનો જુસ્સો વધાર્યો છે.
ડાયાબિટીસ સામેની નિક જાેનસની લડાઈમાં પ્રિયંકા ચોપરા તેને સાથ આપી રહી છે. તે તેના વર્કઆઉટથી લઈને ખાવા-પીવા સુધીની બધી વાતનું ધ્યાન આપી રહી છે. પ્રિયંકા અને નિકે ડિસેમ્બર ૨૦૧૮માં જાેધપુરના ઉમ્મેદ ભવન પેલેસમાં લગ્ન કર્યા હતા.SSS