Western Times News

Gujarati News

સીબીએસઈના ધોરણ ૧૦-૧૨ના વિદ્યાર્થીઓને ઝટકો

નવી દિલ્હી, કેન્દ્રીય માધ્યમિક શિક્ષા પરિષદ એટલે કે CBSEની ટર્મ ૧ બોર્ડ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો મળ્યો છે. કોર્ટે વિદ્યાર્થીઓ માટે હાઈબ્રિડ મોડ (ઓનલાઈન અને ઓફલાઈન) નો વિકલ્પ ઉપલબ્ધ કરાવવાનો આદેશ આપવાની ના પાડી દીધી છે.

સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી સીબીએસઈ ની સાથે સાથે સીઆઈએસસીઈના ૧૦મા અને ૧૨મા ધોરણની બોર્ડની પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓને મોટો ઝટકો મળ્યો છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે સીબીએસઈ બોર્ડ પરીક્ષાઓ પહેલેથી શરૂ થઈ ગઈ છે. સમગ્ર પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવો અને તેમા વિધ્ન નાખવું યોગ્ય નથી. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે શિક્ષણ વ્યવસ્થા સાથે રમત ન કરો. અધિકારીઓ પોતાનું કામ સારી રીતે કરે. હવે ખુબ મોડું થઈ ચૂક્યું છે.

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ પરિષદ એટલે કે સીબીએસઈએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે ઓફલાઈન મોડથી બોર્ડ પરીક્ષાઓ કરાવવા માટે તમામ પ્રકારે ધ્યાન રાખવામાં આવ્યું છે. આ સાથે જ પરીક્ષા કેન્દ્રોની સંખ્યા વધારીને ૧૫૦૦૦ સુધી કરવામાં આવી છે. આ ઉપરાંત પરીક્ષાનો સમય ૩ કલાકથી ઘટાડીને ૧.૫ કલાક કરાયો છે.

૧૦મા અને ૧૨મા ધોરણની બોર્ડ પરીક્ષાઓમાં સામેલ થનારા છ વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો હતો કે ટર્મ એક કે સેમિસ્ટર એક પરીક્ષા ફક્ત ઓફલાઈન મોડમાં આયોજિત કરવાની બોર્ડની સંપૂર્ણ કવાયત ‘એકદમ અયોગ્ય’ છે.

વિદ્યાર્થીઓએ અરજીમાં કોર્ટને CBSE અને CISCE ને એ નિર્દેશ આપવાની ભલામણ કરી હતી કે કોવિડ ૧૯ મહામારી વચ્ચે ૧૦ અને ૧૨મા ધોરણની બોર્ડની પરીક્ષાઓ ફક્ત ઓનલાઈન મોડની જગ્યાએ હાઈબ્રિડ મોડ એટલે કે ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે કરાવવામાં આવે.

સીબીએસઈની ૧૨ અને ૧૨મા ધોરણની ટર્ન ૧ ની પરીક્ષાઓ પહેલેથી શરૂ થઈ ગઈ છે. ૧૦મા ધોરણની પરીક્ષાઓ ૧૭ નવેમ્બરથી શરૂ થઈ જ્યારે ૧૨મા ધોરણની ૧૬ નવેમ્બરથી શરૂ થઈ હતી.

કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (CISCE) ની બોર્ડ પરીક્ષાની સેમિસ્ટર એકની પરીક્ષા ૨૨ નવેમ્બરથી શરૂ થશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.