મુંબઈના મેટલ ઉદ્યોગપતિનો પરિવાર સુરતમાં લેશે દીક્ષા

સુરત, સુરતમાં ૭૫માં સામૂહિક દીક્ષા મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ દીક્ષા મહોત્સવમાં મુંબઈ મેટલના ઉદ્યોગપતિ સહ પરિવાર સાથે દીક્ષા લેશે. દીક્ષા લેનાર ઉદ્યોગપતિ મુકેશ સંઘવીનો સચિન તેંડુલકર સાથે પારિવારિક સંબંધ હોવાથી તેમને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. દીક્ષા લેનાર મુકેશ સંઘવી સુરતના કરોડપતિ ઉદ્યોગપતિ છે.
દિવાળીના દિવસે સંઘવી પરિવાર દ્વારા સાચોર શહેરમાં ભવ્ય વર્ષીદાન વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. ઉલ્લેખનીય છે કે, સુરતમાં ૨૯ નવેમ્બરના રોજ યોજાનારા દીક્ષા સમારોહમાં દીક્ષાર્થીઓ વ્યવસાય, સંબંધો અને સંપત્તિનો ત્યાગ કરીને સંયમના માર્ગ તરફ પ્રયાણ કરશે. જેમાં મુંબઇ મેટલના ઉદ્યોગપતિ મુકેશ સંઘવી તેમના સહ પરિવાર સાથે દીક્ષા લેશે.SSS