86% ભારતીય ઇક્વિટી લાર્જ કેપ ફંડે એક વર્ષમાં બેન્ચમાર્ક કરતાં ઓછું વળતર આપ્યું
એસએન્ડપી ડાઉજોન્સ ઇન્ડાઇસીસે SPIVA® ઇન્ડિયા મિડ-યર 2021ના પરિણામો જાહેર કર્યા
04 ઓક્ટોબર, 2021: એસએન્ડપી ઇન્ડાઇસીસ વર્સીસ એક્ટિવ (SPIVA®) ઇન્ડિયાના લેટેસ્ટ સ્કોરકાર્ડમાં જાણકારી મળી છે કે, જૂન, 2021માં પૂર્ણ થયેલા એક વર્ષના સમયગાળા દરમિયાન 86.2 ટકા ભારતીય ઇક્વિટી લાર્જ કેપ ફંડ, 57.1 ટકા ભારતીય ઇક્વિટી મિડ/સ્મોલ કેપ ફંડ અને 53.7 ટકા ઇએલએસએસ ફંડોએ તેમના સંબંધિત બેન્ચમાર્કની સરખામણીમાં અંડરપર્ફોર્મ કર્યું છે (ઓછું વળતર આપ્યું છે).
એસએન્ડપી ડાઉ જોન્સ ઇન્ડાઇસીસના ગ્લોબલ રિસર્ચ એન્ડ ડિઝાઇનના એસોસિએટ ડાયરેક્ટર આકાશ જૈને કહ્યું હતું કે, “જૂન, 2021માં પૂર્ણ થયેલા એક વર્ષના ગાળામાં આ સ્કોરકાર્ડ અંતર્ગત આવરી લેવામાં આવેલી તમામ ઇક્વિટી કેટેગરીઓમાં મિડ/સ્મોલ-કેપ સૌથી ઊંચું વળતર આપતી ફંડ કેટેગરી હતી,
જેમાં એસએન્ડપી બીએસઈ 400 મિડ/સ્મોલ કેપ ઇન્ડેક્સ 90.6 ટકા વળતર આપ્યું હતું. આ સમયગાળા દરમિયાન ફંડની આ કેટેગરીમાં રોકાણ કરનાર બજારના સહભાગીદારો દ્વારા ફંડના રિર્ટનમાં મોટો ફરક જોવા મળ્યો હતો, જેમાં પ્રથમ અને ત્રીજા ક્વાર્ટાઇલ ફંડનું રિટર્ન 27.9 ટકા જેટલું ઊંચું હતું, જેથી રોકાણકારોને ફંડની પસંદગી કરવા માટે પડકારનો સામનો કરવો પડ્યો હતો.”
જૂન, 2021માં પૂર્ણ થયેલા 5 વર્ષના ગાળામાં એસેટ-વેઇટેડ રિટર્ને દરેક ભારતીય ઇક્વિટી કેટેગરીઓમાં દરેક કેટેગરીમાં તેમના સંબંધિત બેન્ચમાર્ક કરતાં ઓછું વળતર આપ્યું હતું: લાર્જ-કેપ ફંડો (26 બીપીએસ સુધી), ઇએલએસએસ ફંડો (138 બીપીએસ સુધી) અને મિડ/સ્મોલ-કેપ ફંડો (198 બીપીએસ સુધી).
ભારતીય સરકારના 71.4 ટકા બોન્ડ અને 97.9 ઇન્ડિયન કમ્પોઝાઇટ બોન્ડ ફંડોએ જૂન, 2021માં પૂર્ણ થયેલા 5 વર્ષના ગાળામાં તેમના સંબંધિત બેન્ચમાર્ક કરતાં ઓછું વળતર આપ્યું હતું.