પાટડીના નાવિયાણી ગામે કમોસમી વરસાદને પગલે વીજળી પડતાં દોડધામ
સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે પાટડી તાલુકામાં વાતાવરણમાં પલટો આવતાં ગાજવીજ સાથે કમોસમી વરસાદનું આગમન થયું હતું.
જેમાં મોડી સાંજે પાટડીના નાવિયાણી ગામે વીજળી પડતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી સદનસીબે કોઈ જાનહાનિ નો બનાવ બન્યો નહોતો પરંતુ રહેણાક મકાનોના અનેક વીજ ઉપકરણો બળીને ખાક થઈ ગયા હતા.
આ અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાટડી તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો આવતાં કમોસમી ધોધમાર વરસાદ નોંધાયો હતો જ્યારે પાટડીના નાવીયાણી ગામે પણ ગાજવીજ અને પવન સાથે વરસાદ પડ્યો હતો. જેમાં કડાકા સાથે વીજળી પડતા લોકો ઘરમાંથી બહાર દોડી ગયા્ આવ્યા હતાં.
જ્યારે વીજળી પડતા વીજ વાયરો તૂટી જતાં વોલટેજની વધધટ થતાં અંદાજે ૧૦ થી વધુ ઘરોના પંખા, ટ્યુબલાઈટ, ફ્રિજ, ટીવી જેવા વીજ ઉપકરણો બળી જતાં મોટા પાયે નુકસાન પહોચ્યું હતું. જો કે સદનસીબે કોઈ જાનહાનિ નો બનાવ બન્યો નહોતો. આમ પાટડીના નાવિયાણી્ ગામે કમોસમી વરસાદ અને વીજળીએ તબાહી મચાવતા લોકોને હાલાકી અને નુકશાની પડી હતી.