૧૭ મિનિટના ભાષણમાં ૩૭ વખત ખેડૂતોનો ઉલ્લેખ
નવી દિલ્હી, પીએમ મોદીએ આજે દેશવાસીઓને સવારે નવ વાગ્યે કરેલા સંબોધનમાં નવા કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત કરી હતી.
જાેકે આ દરમિયાન તેમના અવાજમાં લાચારી અને મજબૂરી સ્પષ્ટપણે દેખાઈ આવતી હતી.પીએમ મોદીએ ૧૭ મિનિટના ભાષણમાં ૩૭ વખત ખેડૂતોનો ઉલ્લેખ કર્યો હતો.
સ્પષ્ટ દેખાતુ હતુ કે, કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત કરવાની સાથે સાથે પીએમ મોદી ખેડૂતોને સરકાર તેમના હિતમાં કામ કરી રહી છે તેવુ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.તેમણે પોતાના ભાષણમાં ખેડૂતો માટે સરકારે કયા પ્રકારના કામ કર્યા છે તે ગણાવ્યા હતા અને એમ પણ કહ્યુ હતુ કે, સરકાર ખેડૂતો માટે પૂરી તાકાતથી કામ કરતી રહેશે.
પીએમ મોદીએ પોતાના ભાષણમાં એમ પણ કહ્યુ હતુ કે, હું દેશવાસીઓની માફી માંગુ છું અને સાચા દિલથી કહું છું કે, અમારી તપસ્યામાં કોઈ જગ્યાએ ખોટ રહી ગઈ હશે કે અમે ખેડૂતોને આ કાયદાના ફાયદા સમજાવી શક્યા નથી.
તેમણે એમ પણ કહ્યુ હતુ કે, પાંચ દાયકાના રાજકીય જીવનમાં ખેડૂતોની મુશ્કેલીઓ અને પડકારોને મેં નજીકથી જાેયા છે અને તેના કારણે જ ખેડૂતોના હિત માટે નવા કાયદા લાવવમાં આવ્યા હતા.SSS