શહેરોમાં ફેલાતા નક્સલવાદ સામે કાર્યવાહી જરૂરીઃ પવાર
નવી દિલ્હી, એનસીપીના નેતા અને અધ્યક્ષ શરદ પવારે ચોંકાવનારુ નિવેદન આપતા કહ્યુ છે કે, શહેરોમાં પણ નક્સલવાદ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને જાે તેના પર કાર્યવાહી નહીં થાય તો આ દેશ માટે ઘાતક બનશે. તેમણે કહ્યુ હતુ કે, નક્સલવાદીઓની ગતિવિધિ માત્ર પૂર્વ મહારાષ્ટ્રના જંગલ વિસ્તારોમાં જ નથી પણ મોટા શહેરોમાં પણ હવે નક્સલવાદ જાેવા મળી રહ્યો છે.
મુંબઈ, નાગપુર, પૂણે જેવા શહેરોમાં પણ તેનો ફેલાવો થઈ રહ્યો છે.જાે તેના પર કાર્યવાહી નહીં થઈ તો સમય જતા તે વિકરાળ સ્વરુપ ધારણ કરશે.કેરાલમાં પણ નક્સલવાદ સક્રિય છે.આ એવા લોકો છે જે સરકાર સામે નફરત ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ડાબેરીઓના વિરોધી જૂથો દ્વારા શહેરો માટે અર્બન નક્લવાદ શબ્દોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે.જેને હવે શરદ પવારે પણ સમર્થન આપ્યુ છે.SSS