Western Times News

Gujarati News

પાક.ને ભારત-અમેરિકા નહીં, આંતરિક કટ્ટરવાદનો ખતરો છે

કરાંચી, પાકિસ્તાનમાં મુસ્લિમ ક્ટ્ટરવાદીઓને પ્રોત્સાહન આપી રહેલી ઈમરાનખાન સરકારના જ મંત્રી ફવાદ ચૌધરીએ સ્વીકાર્યુ છે કે, દેશને ભારત અને અમેરિકાથી નહીં પણ દેશમાં વકરી રહેલા કટ્ટરવાદના કારણે મોટો ખતરો છે.

તેમણે કહ્યુ હતુ કે, આજે સ્કૂલો અને કોલેજાેના વિદ્યાર્થીઓ પણ કટ્ટરવાદ સાથે સંકળાયેલી ઘટનાઓમાં સામેલ થઈ રહ્યા છે.ભારતથી આપણને ખતરો નથી.આપણી પાસે દુનિયાની છઠ્ઠા ક્રમની સૌથી શક્તિશાળી સેના છે અને ન્યુક્લિયર બોમ્બ પણ છે.

ભારત આપણો મુકાબલો કરી શકે તેમ નથી.યુરોપથી પણ આપણને ખતરો નથી.આપણે જે ખતરાનો સામનો કરી રહ્યા છે તે આપણા દેશમાં જ છે. ચૌધરીએ કહ્યુ હતુ કે, દેશમાં ક્ટ્ટરવાદને ખતમ કરવા માટે જે કાર્યવાહી થઈ રહી છે તે પૂરતી નથી.સરકાર આ સંકટનો સામનો કરવા તૈયાર નથી.

તહરીક એ લબ્બેક સંગઠન સાથે થયેલા વિવાદ બાદ સરકારને પીછેહઠ કરવી પડી છે.આ સ્થિતિ ટાઈમ બોમ્બ જેવી છે.ઈસ્લામ કે બીજા કોઈ ધર્મને કટ્ટરવાદ સાથે કોઈ સબંધ નથી.સમસ્યા ધર્મની ખોટી વ્યાખ્યા કરનારાઓ સાથે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.