ચીને સમાધાનનું ઉલ્લંઘન કરી નવી હરકત કરી છેઃ જયશંકર
નવી દિલ્હી, ભારત અને ચીન વચ્ચે સરહદ પર ચાલી રહેલા તનાવ વચ્ચે ભારતના વિદેશ મંત્રી જયશંકરે ચીન સામે ભારે આક્રમક વલણ અપનાવ્યુ છે. તેમણે કબૂલ્યુ હતુ કે, ભારત અને ચીનના સબંધો બહુ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે.
કારણકે ચીને સમાધાનનુ ઉલ્લંઘન કરીને એવી હરકતો કરી છે કે જેનુ સ્પષ્ટીકરણ તે આપી શકે તેવી સ્થિતિમાં નથી.ચીનના નેતાઓએ નક્કી કરવુ પડશે કે તેઓ બંને દેશ વચ્ચેના સબંધોને કઈ દિશામાં લઈ જવા માંગે છે.
એક સેમિનારમાં જયશંકરે કહ્યુ હતુ કે, ચીનને પણ ખબર છે કે ભારત સાથેના સબંધો અત્યારે કયા વળંકા પર ઉભા છે અને તેમાં શું ગરબડ છે.હું બહુ સ્પષ્ટ વાત કરુ છું અને મેં મારા કાઉન્ટરપાર્ટ ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે પણ જ્યારે પણ મુલાકાત કરી છે ત્યારે સ્પષ્ટ વાત કરી છે.
જયશંકરે કહ્યુ હતુ કે, બંને દેશના સબંધો બહુ જ ખરાબ તબક્કામાં છે કારણકે ચીને સમજુતિ કરારનો ભંગ કરીને એવા પગલા ભર્યા છે તેનો સંતોષકારક ખુલાસો આપી શકે તેમ નથી. અમેરિકા અંગે તેમણે કહ્યુ હતુ કે, અમેરિકા વ્યૂહાત્મક રીતે સંકોચાઈ રહ્યુ હોવાની વાત હાસ્યાસ્પદ છે.અમેરિકા આજે ભારત દ્વારા રજૂ થતા વિચારો, સૂચનો અને કાર્ય પ્રણાલીનુ પહેલા કરતા વધારે સારી રીતે સ્વાગત કરી રહ્યુ છે.અમેરિકા પહેલા કરતા વધારે ફ્લેકિસબલ થયુ છે તેનો મતલબ એ નથી કે તે નબળુ પડ્યુ છે.