પૃથ્વી પાસેથી પૂરપાટ પસાર થયો હતો રહસ્યમય પદાર્થ
વોશિંગ્ટન, વર્ષ ૨૦૧૭માં પૃથ્વી પાસેથી પસાર થયેલું રહસ્યમય ઈન્ટરસ્ટેલર ઓબ્જેક્ટ વૈજ્ઞાનિકો માટે મોટો પડકાર બની ગયું છે. આ ઓબ્જેક્ટને વૈજ્ઞાનિકો એક પછી એક વ્યાખ્યા આપી રહ્યા છે. જેથી અગાઉની થિયરી-ધારણાં ખોટી સાબિત થઈ છે. હવે એવો દાવો કરાયો છે કે સિગારના આકારનો આ ઓબ્જેક્ટ નાઈટ્રોજન આઈસબર્ગ નથી.
આ પહેલા આ ઓબ્જેક્ટને એલિયન શિપ, એસ્ટરોઈડનો ટુકડો અને ત્યારબાદ નાઈટ્રોજન આઈસબર્ગ જાહેર કરાયો હતો. હાર્વર્ડના સંશોધકોએ દાવો કર્યાે કે આ ઓબ્જેક્ટ નાઈટ્રોજન આઈસબર્ગ હોવાની ધારણઆં અસંભવ છે. ન્યૂ એસ્ટ્રોનોમી જર્નલમાં પ્રકાશિત પોતાની શોધમાં તેમણે જણાવ્યું કે આવું કેમ છે ?
૨૦૧૭માં ખગોળવિદોએ પહેલીવાર જાેયું કે એક ઓબ્જેક્ટ આપણી સોલાર સિસ્ટમ પાસેથી પસાર થઈ રહ્યું છે. તેની રફતાર ૯૨૦૦૦ કિમી પ્રતિ કલાક હતી. તે ઝડપથી આવ્યું અને સૂર્યની નજીકથી પસાર થયું હતું. તે ૧૩૦૦થી ૨૬૦૦ ફૂટ લાંબુ અને ૧૧૫થી ૫૪૮ ફૂટ પહોળું હતું.