“હું એ સંસ્થાનો હિસ્સો છું જેણે કેટલાય અવરોધો તોડ્યા છે જેનાથી લોકોની જરૂરીયાત પૂરી થઈ છે” – જસ્ટિસ એન.વી. રમના
રાષ્ટ્રીય કાનૂની સહાય અને સત્તા મંડળનું જાગૃતિ અભિયાન?!
તસવીર ભારતની સુપ્રીમ કોર્ટની છે જ્યારે બીજી ઈનસેટ તસવીર ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એન.વી.રમનાની છે જ્યારે બીજી તસવીર ભારતની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ યુ.યુ.લલિત ની છે જેમને રાષ્ટ્રિય કાનૂની સહાય અને સત્તા મંડળ સર્વને સમાન ન્યાય મળી રહે તે માટે કાનૂની માર્ગદર્શન હેઠળ જાગૃતિ અભિયાન છેડયું છે
આ સંદર્ભે ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એન.વી.રમના એ પ્રાસંગિક વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું છે કે ‘‘૪૨ દિવસમાં અમે દેશના દરેક ખૂણામાં પહોંચ્યા અને લોકોને એ અનુભવ થયો કે લોકોની વચ્ચે ઊભા રહીને મને સારું લાગે છે હું એ સંસ્થાનો હિસ્સો છું જેને કેટલાક અવરોધો તોડ્યા છે તેનાથી લોકોની જરૂરીયાત પૂરી થઈ છે’’!!
જ્યારે ભારતની સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ અને જાગૃતિ અભિયાનના પથદર્શક શ્રીયુ.યુ.લલિતે જણાવ્યું છે કે ‘‘બંધારણ મફત કાનૂની સહાય દરેકને હક છે જે સમયસર લોકો ને મળવી જાેઈએ જસ્ટિસ શ્રી યુ.યુ.લલિતે એ મુદ્દા પર ભાર મૂક્યો છે કે ‘‘જાગૃતિ ની જ્યોત પ્રગટવી જાેઈએ’!!
જસ્ટીસ શ્રી એક ઉદાહરણ દ્વારા એવું પણ કહ્યું છે કે ‘‘એક રાજ્યમાં ૧૨ ધોરણ માં ૮૫ ટકા લાવનારા વિદ્યાર્થીઓ ને આગળ અભ્યાસ કરવાની તમામ સહાય આપે છે અને એક તું વ્હીલર સાથે આપે છે તેમજ દિવ્યાંગોને સહાય આપે છે પરંતુ તેનો ફોર્મ ભરી યોગ્ય જગ્યાએ સમયસર રજુ કરવાની જાગૃતિના ના હોય તો તેનો ચોક્કસ લાભ મળી શકે નહીં’!!
આમ કાનૂની સહાય અને સત્તા મંડળની કાર્યવાહીમાં ન્યાય લોકો પાસે જઈ માર્ગદર્શન આપશે કારણ કે ‘ન્યાય દરેક માટે છે! આ સંદર્ભે રાષ્ટ્રિય કાનૂની સહાય અને સત્તા મંડળ ના માર્ગદર્શન હેઠળ દરેક પોલીસ સ્ટેશનમાં જેમની એફઆઈઆર થાય તે વ્યક્તિને એફઆઈઆર સાથે કાનૂની સહાયની યોજના નું માર્ગદર્શન અને માહિતી આપવાની રહેશે
દરેક પોસ્ટ ઓફિસમાં પણ કાનૂની સહાય અને માર્ગદર્શન જાહેર કરાશે તથા તાલુકા લેવલે પણ તેની જાણકારી અપાશે એવું સુનિશ્ચિત કરાયું હોવાનું જાણવા મળેલ છે અત્રે એ નોંધનીય છે કે ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ શ્રી પી.એન ભગવતીએ ૧૯૮૬માં આપેલા એક ચુકાદામાં જણાવ્યું હતું કે ૭૦% ગ્રામીણ લોકો અશિક્ષિત હોય છે
એનાથી વધારે લોકો કાયદાના અધિકાર ની જાણ નથી તેમ જણાવીને એક આરોપીને બચાવ માટે વકીલ ની સગવડ આપ્યા વગર દોષિત ધરાવતા તેને દોષિત ઠરાવી શકાય નહીં એમ કહીને આરોપીને બચાવ માટે વકીલની સગવડ કરી આપી હતી! ( તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા )
મીખાઈલ નેમિ નામના તત્વ ચિંતક, સાહિત્યકારે સરસ કહ્યું છે કે ‘‘તમારો દરેક શબ્દ ‘પ્રાર્થના’ બને અને તમારો પ્રત્યેક કર્મ ‘યજ્ઞ’ બને એવું જીવન જીવો’!! જ્યારે આઈન્સ્ટાઈન નામના મહાન વૈજ્ઞાનિક અને વિચારકે કહ્યું છે કે ‘‘જે માણસ પોતાની જિંદગી અને અન્યની જિંદગીને અર્થહીન સમજે છે તે માત્ર દુર્ભાગી નથી પણ જીવવા માટે તદ્દન ગેરલાયક છે”!!
ભારતના બંધારણની કલમ ૨૧ ન્યાય અને વ્યાજબી કાર્યવાહી ચાલવી જાેઈએ આ હકીકતને ધ્યાનમાં રાખી ભારતની સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એન.વી.રમના ના નેતૃત્વ હેઠળ અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ જસ્ટિસ શ્રી યુ.યુ. લલિતના સંયુક્ત માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રિય કાનૂની સહાય અને સત્તા મંડળ આયોજિત જાગૃતિ અભિયાન હાથ ધરાયું છે
જેમાં દરેક ભારતીય નાગરિકને તેના બંધારણીય અધિકારની રૂએ સર્વને સમાન ન્યાય મળવો જાેઈએ! આ દેશ વ્યાપી જાગૃતિ અભિયાન પર ભાર મૂકી ભારતીય પ્રજામાં જાગૃતિ લાવવા મહત્વપૂર્ણ પગલું લેવાયું છે