યુવકને આત્મહત્યા કરવા મજબૂર કરનાર યુવતી નહિ, યુવક નીકળ્યો

સુરત, સુરતમાં તાજેતરમાં એક યુવકે નગ્ન ચેટ વીડિયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. જેથી તેણે આત્મહત્યા કરી હતી. ત્યારે સુરત પોલીસે આ મામલે તપાસ કરતા ચોંકાવનારી માહિતી સામે આવી છે. યુવકને ઓનલાઈન પ્રેમજાળમાં ફસાવીને બ્લેકમેલ કરનાર કોઈ સુંદર યુવતી નહિ પણ, યુવક નીકળ્યો છે. જેણે યુવતીના નામનું ફેક એકાઉન્ટ બનાવ્યુ હતું.
ગુનામાં સંડોવાયેલ આરોપીને હરિયાણા ખાતેથી સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડ્યો છે. સુરતના ઓલપાડ વિસ્તારમાં રહેતો ૨૬ વર્ષીય યુવક ઓનલાઈન શોપિંગની ઓફિસમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. તેણે ૩૧ ઓક્ટોબરે પોતાનો ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
આ મામલે રાંદેર પોલીસમાં ફરિયાદ કરાઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જાેકે, મૃતકના ભાઈએ તેનો મોબાઈલ ચેક કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી. યુવકે નગ્ન ચેક વાયરલ થઈ જવાની બીકે આત્મહત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે.
એક યુવતી સાથે તેણે સોશિયલ મીડિયા પર મિત્રતા કરી હતી. યુવતીએ તેનો બિભત્સ વીડિયો બનાવીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યુ હતું. યુવતીએ યુવકનો બિભત્સ વીડિયો તેના સંબંધી અને મિત્રોને મોકલવાની ધમકી આપી હતી.
એટલુ જ નહિ, યુવતીએ બંને વચ્ચે થયેલી બિભત્સ વાતોની ચેટ પણ ખુલ્લી કરવી ધમકી આપી હતી. આ રીતે તેણે યુવક પાસેથી રૂપિયા પડાવવાનુ શરૂ કર્યુ હતું. યુવકે તેને ૨૦ હજાર રૂપિયા ચૂકવ્યા હતા. છતા તેણે વધુ રૂપિયાની માંગ કરી હતી.
જેથી કંટાળીને યુવકે આત્મહત્યાની ચીમકી આપી હતી. છતા યુવતીએ પોતાની માંગણી ચાલુ રાખી હતી. આખરે યુવકે મોતનો રસ્તો અપનાવ્યો હતો. ત્યારે આ મામલે રાંદેર પોલીસે તપાસ શરૂ કરી હતી.SSS