વીડિયો બનાવી રહેલા ફેનનો જ્હોને મોબાઈલ ઝૂંટવ્યો

મુંબઈ, બોલીવૂડના હેન્ડસમ કંક જ્હોન અબ્રાહમ હાલ તેની ફિલ્મ સત્યમેવ જયતે-૨ની રિલીઝની રાહ જાેઈ રહ્યો છે. આ દરમિયાન તેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં દેખાય છે કે, સ્કૂટી પર બેસેલા એક ફેનનો મોબાઈલ જ્હોન અબ્રાહમ ઝૂંટવી લે છે.
આ યુવક તેના મિત્ર સાથે સ્કૂટી પર બેસેલો હતો અને ફ્રન્ટ કેમેરાથી જ્હોન અબ્રાહમનો વિડીયો બનાવી રહ્યો હતો. જ્હોન અબ્રાહમ સ્કૂટીની પાછળ ચાલતો ચાલતો રસ્તા પરથી આવી રહ્યો હતો. વિડીયોમાં આગળ જે થયુ તે ખરેખર મજાનું હતું.
વાત એવી છે કે, મોબાઈલ ફોન ઝૂંટવ્ટ્ઠયા બાદ જ્હોન અબ્રાહમ આરામથી આગળ ચાલ્યો જાય છે. એટલું જ નહીં કમેરામાં ફેન માટે એક મેસેજ પણ રેકોર્ડ કરે છે. વિડીયોને પહેલાં જાેતા એવું લાગે છે કે, જ્હોન ગુસ્સામાં ફોન ઝૂંટવી લે છે.
પરંતુ પછી મોબાઈલ ફોનના કેમેરામાં જાેઈને કહે છે કે, હાય કેમ છો તમે? તમે લોકો મજામાં તો છો ને? તેઓ મારા દોસ્ત છે. જ્હોન મેસેજ રેકોર્ડ કર્યા બાદ ફોન તે યુવકોને પાછો આપી દે છે. જ્હોન અબ્રાહમના આ વિડીયો જાેઈને સોશિયલ મીડિયા પર તમામ ફેન્સ વિવિધ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. યૂઝર્સ જ્હોનની વિનમ્રતાની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે.
જ્હોન અબ્રાહમ ટૂંક સમયમાં ૨૦૧૮માં રિલીઝ થયેલી પોતાની ફિલ્મ સત્યમેવ જયતેની સિક્વલ સત્યમેવ-૨માં નજરે પડશે. ફિલ્મના ટ્રેલર અને સોંગને પણ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે, ફિલ્મમાં જ્હોન અબ્રાહમ ડબલ નહીં પણ ત્રિપલ રોલમાં છે.SSS