રજનીકાંતની ફિલ્મ અન્નાત્થેએ ૨૨૮ કરોડનું કલેક્શન કર્યું
મુંબઈ, સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ અન્નાત્થે દિવાળી પર ૪ નવેમ્બરે રીલિઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર અનોખું પ્રદર્શન કરી રહી છે. ફિલ્મ દુનિયાભરના થિયેટર્સમાં પોતાની એક અલગ છાપ છોડી રહી છે અને કેટલાક રેકોર્ડ પણ તોડી રહી છે.
હાલમાં આ ફિલ્મ હાલમાં ક્યાંય પાછી પડે તેમ લાગતું નથી. સિરુથાઈ સિવા દ્વારા ડાયરેક્ટ કરવામાં આવેલી ફિલ્મ ઓડિયન્સને એટ્રેક્ટ કરી રહી છે. રિપોર્ટ્સ પ્રમાણે, અન્નાથેએ અત્યાર સુધી ૧૫ દિવસમાં ૨૨૮ કરોડનો બિઝનેસ કર્યો છે.
માનવામાં આવી રહ્યું છે કે આ વિકેન્ડ સુધી ફિલ્મ ૨૫૦ કરોડ સુધી પહોંચી જશે. સન પિક્ચર્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી અન્નાત્થે દિવાળી પર રિલીઝ કરવામાં આવી હતી. કીર્તિ સુરેશ અને રજનીકાંત સ્ટારર ફેમિલી ડ્રામા ફિલ્મ હાલ કમાલ કરી રહી છે.
ફિલ્મમાં કિર્તિ અને રજનીકાંત ભાઈ બહેનના પાત્રોમાં છે. ફિલ્મમાં બન્ને વચ્ચેનો બોન્ડ દર્શાવવામાં આવ્યો છે અને દર્શાવાયું છે કે કઈ રીતે રજનીકાંતના કાલૈયાન કિર્તિ સુરેશના થાન્ગા મીનાત્ચીને મુશ્કેલીઓથી બચાવે છે. ટ્રેડ એનાલિસ્ટ મનોબાલા વિજયાબાલનના ટિ્વટ મુજબ અત્યાર સુધી ફિલ્મ અન્નાત્થેએ ૨૨૮.૭૯ કરોડની કમાણી કરી છે.
તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, અન્નાત્થેનું વર્લ્ડવાઈલ્ડ બોક્સ ઓફિસ કલેક્શન પહેલા અઠવાડિયે ૨૦૨.૪૭ કરોડ, બીજા અઠવાડિયામાં દિવસ ૧ – ૪.૦૫ કરોડ, દિવસ ૨ – ૪.૯૦ કરોડ, દિવસ ૩ – ૬.૨૧ કરોડ, દિવસ ૪ – ઇજ ૭.૧૪ કરોડ, દિવસ ૫ – ૧.૦૨ કરોડ, દિવસ ૬ – ૧.૩૩ કરોડ દિવસ ૭ – ૧.૬૭ કરોડ ટોટલ- ૨૨૮.૭૯ કરોડ રહ્યું છે. તમિલનાડુમાં ફિલ્મે લગભગ ૧૫૦ કરોડનો બિઝનેસ કર્યો છે. રાજ્યમાં ફિલ્મે ૧૪૨ કરોડનો બિઝનેસ કર્યો છે.
મનોબાલાએ ટિ્વટમાં જાણકારી આપી છે કે, Box Office Film PICKS UP in mid week. Week 1 – Rs 119.53 cr. Week 2 Day 1 – Rs 3.27 cr. Day 2 – Rs 4.54 cr. Day 3 – Rs 5.33 cr. Day 4 – Rs 5.86 cr. Day 5 – Rs 0.90 cr. Day 6 – Rs 1.17 cr. Day 7 – Rs 1.45 cr. Total – Rs 142.05 cr. SSS