બળદ ગમે એવો હોય ખેડૂત ખેતર ખેડાવી જ લે: શિવસેના

નવી દિલ્હી, પીએમ મોદી દ્વારા રદ કરાયેલા નવા ત્રણ કૃષિ કાયદા અંગે શિવસેનાએ આજે નિવેદન આપ્યુ છે.
શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે ટોણો માર્યો છે કે, બળદ ગમે તેટલો અડિયલ કેમ ના હોય પણ ખેડૂત તેની પાસે ખેતર ખેડાવી જ લેતો હોય છે.જય જવાન..જય કિસાન.. સંજય રાઉત પોતાના નિવેદનો માટે એમ પણ ચર્ચામાં રહેતા હોય છે.
સંજય રાઉતે આડકતરી રીતે આ ટિ્વટ કરીને પીએમ મોદીની સરખામણી બળદ સાથે કરી છે.જેને લઈને હવે ભાજપ અને શિવસેના વચ્ચે નવેસરથી તણખા ઝરે તેવુ લાગી રહ્યુ છે. બીજી તરફ વિપક્ષ સરકારની પીછેહઠથી ગેલમાં છે.જ્યારે ખેડૂત સંગઠનો હવે માંગણી કરી રહ્યા છે કે, સરકાર એમએસપી પર પણ કાયદો બનાવે.SSS