Western Times News

Gujarati News

અભિનેત્રી એવલિન શર્માએ પુત્રીને જન્મ આપ્યો ,બ્રિસ્બેનમાં ૧૫ મેના રોજ લગ્ન કર્યા હતા

મુંબઇ, બોલિવૂડ એક્ટ્રેસ અને મોડલ એવલિન શર્માએ તાજેતરમાં જ દીકરીને જન્મ આપ્યો છે. અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા ફેન્સને આ અંગેની માહિતી આપી હતી. એવલિન અને તેના પતિ તુષાન ભીંડી તેમની દીકરીને જન્મ થી ખૂબ જ ખુશ છે. આ ખુશખબર ફેન્સ સાથે શેર કરતા અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર પણ શેર કરી છે. તેની પુત્રીની પ્રથમ તસવીર શેર કરનાર અભિનેત્રીએ તેનું નામ પણ જાહેર કર્યું.

આટલું જ નહીં દીકરીના જન્મની સાથે તેણે દીકરીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ બનાવી દીધું છે. શુક્રવારે પોસ્ટ શેર કરતી વખતે એવલિને કહ્યું કે તેણે દીકરી અવા રાનિયા ભીંડીને જન્મ આપ્યો છે. આ સાથે તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાની પુત્રીને ચુંબન કરતી પોતાની એક તસવીર શેર કરી અને લખ્યું, ‘મારા જીવનનું સૌથી મહત્વપૂર્ણ પાત્ર. અવા રાનિયા ભીંડીની માતા.

આ પોસ્ટની સાથે એવલિન શર્માએ ખુલાસો કર્યો કે તેણે પોતાની દીકરીનું નામ અવા રાખ્યું છે. અવાએ લેટિન નામ છે, જેનો અર્થ થાય છે ‘પક્ષી’, ‘જીવન’, ‘પાણી’. આ સિવાય તેનું બીજું મહત્વ છે. સેન્ટ અવા રાજા પેપિનની પુત્રી હતી, જે અંધ હતી.

અને તેમાથી સાજા થયા બાદ સાધ્વી બની ગઈ. નોંધપાત્ર રીતે, પેપિન રોમન સામ્રાજ્યમાં જર્મન ભાષી લોકોનો રાજા હતો.
એવલિન શર્માએ આ વર્ષે જૂનમાં અચાનક પોતાના લગ્નનો ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધા હતા. એવલિને ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં ૧૫ મેના રોજ ડેન્ટલ સર્જન તુષાન ભીંડી સાથે લગ્ન કર્યા હતા. જાેકે, કોરોના મહામારીને કારણે એવલિનની માતા આ લગ્નમાં હાજર રહી શકી ન હતી.

તે જ સમયે, અભિનેત્રીએ લગ્નના એક મહિના પછી જુલાઈમાં તેની ગર્ભાવસ્થા વિશે પણ માહિતી આપી હતી. આ વિશે માહિતી આપતા તેણે સ્વિમસૂટમાં ફોટો શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. પેટ પર હાથ રાખીને આ તસવીર શેર કરતાં એવલિને કેપ્શનમાં લખ્યું, ‘મારા હાથ હવે વધુ રાહ નથી જાેઈ શકતા.’

એવલિન શર્મા લાંબા સમયથી ફિલ્મી પડદાથી દૂર છે. તેણે છેલ્લા ૯ વર્ષમાં ‘યારિયાં’, ‘યે જવાની હૈ દીવાની’, ‘મેં તેરા હીરો’, ‘સાહો’ અને ‘જબ હેરી મેટ સેજલ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. જાેકે તે ફિલ્મી પડદે ‘યે જવાની હૈ દીવાની’માં લારાના રોલ માટે જાણીતી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.