Western Times News

Gujarati News

ગુટખાના વેપારી પર ITના દરોડાઃ બેડરૂમમાંથી રૂા.પ કરોડ મળ્યા

પ્રતિકાત્મક

(એજન્સી) અમદાવાદ, ઈન્કમ ટેક્ષ વિભાગે શહેરના એક બિલ્ડર તેમજ ગુટખાના વેપારી મુસ્તુફા મીંયા શેખના ૧૦ રહેઠાણો અને ૪ ઓફિસ પર દરોડા પાડ્યા હતા. દરોડામાં ઈન્કમ ટેક્ષના ૧૬૦ અધિકારીઓ જાેડાયા હતા.

ઈન્કમ ટેક્ષને ગુટખાના આ વેપારીના બડરૂમમાં બેડ નીચે સંતાડી રાખેલા ૪ થી પ કરોડ રોકડા મળ્યા હતા. આ ઉપરાંત મોટાપ્રમાણમાં ઘરેણા અને વાંધાજનક દસ્તાવેજ પણ પકડાયા હતા. વેપારી કે તેના પરિવારના સભ્યોએ આ અંગે કોઈ ખુલાસો આપી શક્યા નહોતા.

આઈટીની ઈન્વેસ્ટીગેશન વિંગના ૧૬૦થી વધુ અધિકારીઓનો કાફલો અમદાવાદમાં ૧૪ સ્થળોએ ે સાગમટે ત્રાટક્યો હતો. અને સવારથી જ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આવક વેરાના દરોડાના નિશાનેે ચડેેલા માણેકચંદ ગુટખાના ગુજરાતના ડીલર મુસ્તુફા મીંયા શેખ કાલુપુર અને સારંગપુર ખાતે તેમની મુસ્તુફા સેલ્સ એજન્સીના નામે ઓફિસ અને ગોડાઉન આવેલી છે.એનઆઈડી પાછળ આવેલા તેમના રહેઠાણ ઉપરાંત તેમના ચાર ભાઈ અને સંબંધીના રહેઠાણ ઉપર આઈટી અધિકારીઓના દરોડાની કાર્યવાહી કરી હતી.

આ દરોડામાં રાજકોટ સહિતના શહેરોમાંથી ઈન્વેસ્ટીગેશન વિભાગના અધિકારીઓને દરોડામાં સામેલ કરાયા છે. દરોડામાં મોટા પ્રમાણમાં રોકડ, દાગીના, લોકર અને રોકડમાં કરેલા વ્યવહારો મળી આવ્યા હતા. તાજેતરમાં જ તેમણે શહેરના એક ડોકટર સાથે જમીનનો સોદો કર્યો હોવાનું મનાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.