Western Times News

Gujarati News

ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટે પહેર્યું વિચિત્ર બ્લાઉઝ

નવી દિલ્હી, બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટના વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર છવાયેલા છે. અભિનેત્રીએ પોતાની ખાસ બહેનપણીના સંગીતમાં ધમાલ મચાવી દીધી. તેના ડાન્સ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

જાે કે દરેકની નજર તેના ડાન્સ કરતા પણ વધારે તો તેણે પહેરેલા ડ્રેસ અને તેમા પણ બ્લાઉઝ પર ટકી ગઈ હતી. અભિનેત્રીએ અનુષ્કા રંજનના સંગીતમાં જે ચણીયાચોળી પહેર્યા હતા તેની ચોળી એટલે કે બ્લાઉઝ કઈક હટકે જ હતો.

ગત રાતે અનુષ્કા રંજન અને આદિત્ય સીલની સંગીત સેરેમની થઈ. આ સેરેમનીમાં કલાકારોનો જમાવડો જાેવા મળ્યો. બંને એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા હતા. હવે આજે એટલે કે ૨૧ નવેમ્બરે તેમના લગ્ન યોજાયા છે. સંગીત સેરેમનીમાં તેની બેસ્ટ ફ્રેન્ડ એટલે કે આલિયા ભટ્ટ ખુબ સજી ધજીને પહોંચી હતી.

અભિનેત્રીને જેણે પણ જાેઈ તે બસ જાેયા જ કરે. જાે કે તેના બ્લાઉઝે બધાને વિચારતા કરી દીધા કે આખરે આલિયાએ આ શું પહેર્યું છે. સોશિયલ મીડિયા ઉપર પણ તે ખુબ ટ્રોલ થઈ રહી છે.

આલિયા ભટ્ટની ખાસ દોસ્ત અનુષ્કા રંજન અભિનેતા- ડાયરેક્ટર શશી રંજનની પુત્રી છે. અનુષ્કા પોતાના ઈન્સ્ટાગ્રામ વીડિયો માટે પણ જાણીતી છે. ૨૦૧૫માં તેણે વેડિંગ પુલાવથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મો ઉપરાંત તે વેબસિરીઝ ફિતરતમાં પણ કામ કરી ચૂકી છે. ૨૧ નવેમ્બરે એટલે કે આજે અનુષ્કા આદિત્ય સીલ સાથે સાત ફેરા લઈ રહી છે. જેમાં બોલીવુડની અનેક હસ્તીઓ સામેલ થશે.

હાલ આલિયા અને રણબીરના લગ્નની પણ ચર્ચાઓ થઈ રહી છે. એવી અટકળો હતી કે તે આ વર્ષે લગ્ન કરશે પરંતુ હવે કહેવાય છે કે બંને આગામી વર્ષે એટલે કે વર્ષ ૨૦૨૨માં લગ્નના બંધનમાં બંધાશે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો આલિયા ભટ્ટ જલદી ગંગૂબાઈ કાઠિયાવાડી, બ્રહ્માસ્ત્ર, રોકી ઔર રાની કી પ્રેમ કહાની જેવી ફિલ્મોમાં જાેવા મળશે. હાલ આલિયા તેની ફિલ્મ ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ ને લઈને ચર્ચાઓમાં છે. આ ફિલ્મને સંજય લીલા ભણસાલીએ ડાયરેક્ટ કરી છે. જેનું પ્રમોશન પણ શરૂ થઈ ગયું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.