પોલીસ કર્મીએ પ્રેમિકા વર્ષા પટેલની હત્યા કરી

જમશેદપુર, ઝારખંડના જમશેદપુરમાં એક પોલીસકર્મીએ પોતાની પ્રેમિકાની હત્યા કરીને લાશને કોથળામાં ભરીને તળાવમાં ફેંકી દીધી હતી. તપાસમાં સામે આવ્યું કે પ્રેમિકા આરોપી પોલીસકર્મી પર પૈસા માટે સતત દબાણ બનાવતી હતી. તેનાથી તંગ આવીને તેણે પ્રેમિકાને રસ્તેથી હટાવવાની યોજના બનાવી હતી અને હત્યા કરીને લાશને તળાવમાં ફેંકી દીધી હતી.
૧૮ નવેમ્બરે જમશેદપુરના શહેરમાં તાર કંપની પાસે તળાવમાં એક મહિલાની લાશ મળી હતી. પોલીસે આ મામલે કેસ ઉકેલી નાખવાનો દાવો કર્યો છે. સાકવી પોલીસ સ્ટેશનમાં રહેલા ધર્મેન્દ્રસિંહની ધરપકડ કરીને જેલ મોકલી આપવામાં આવ્યો છે.
મૃતકની ઓળખ વર્ષા પટેલના રૂપમાં થઇ છે. આરોપીએ તેની હત્યા કરીને લાશને પ્લાસ્ટિકના કોથળામાં પેક કરીને તળાવમાં ફેંકી દીધી હતી. પોલીસ અધિક્ષક સુભાષ ચંદ્ર જાટે કહ્યું કે બન્ને વચ્ચે પ્રેમ પ્રકરણ હતું. મૃતક મહિલા આરોપી પર પૈસા માટે દબાણ કરી હતી. તેનાથી પરેશાન બનીને આરોપીએ તેની હત્યા કરી દીધી હતી.
પોલીસે આરોપી પાસેથી મૃતકનો મોબાઇલ ફોન, ઘટનામાં ઉપયોગ કરાયેલ બાઇક પણ મેળવ્યા છે. આરોપીની લાંબી પૂછપરછ પછી જેલ મોકલી આપવામાં આવ્યો છે. હરિયાણાના સોનીપત જિલ્લાના તારાનગરમાં પતિએ પત્નીની ક્રુર રીતે હત્યા કરી છે.
તારાનગરમાં રહેતા શત્રુદ્ધ નામના વ્યક્તિએ પોતાની પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને તિક્ષણ હથિયારથી ૩૦થી વધારે ઘા માર્યા હતા. જેના કારણે પત્નીનું મોત નિપજ્યું હતું. સોનીપત પોલીસે ઘટનાની સૂચના મળતા લાશને કબજામાં લીધી હતી અને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપી હતી. હત્યાનો કેસ નોંધીને આગળની કાર્યવાહી શરુ કરી છે.
જાણકારી પ્રમાણે સોનીપતના તારાનગરમાં રહેતા શત્રદ્ધ અને પત્ની પૂનમ વચ્ચે ઘણા લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. શત્રુદ્ધને પોતાની પત્નીની ચારિત્ર્ય પર શંકા હતી કે તેના બહાર અવૈધ સંબંધ છે. જેના કારણે તેણે પોતાની પત્ની પૂનમના શરીર પર ધારદાર હથિયારથી ૩૦થી વધારે ઘા કર્યા હતા. જેના કારણે પૂનમનું મોત થયું હતું.SSS