પત્રલેખાએ પણ રાજકુમારના માથામાં સિંદૂર ભર્યું હતું
મુંબઈ, બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવ અને પત્રલેખાએ ગત ૧૫મી નવેમ્બરના રોજ ચંદીગઢમાં સાત ફેરા લીધા હતા. રાજકુમાર રાવ અને પત્રલેખાએ પોતાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. હવે તેમણે લગ્નનો એક વીડિયો પણ ફેન્સ સાથે શેર કર્યો છે. આ વીડિયો ઘણો જ સુંદર અને ઈમોશનલ છે. લોકોને વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે.
અત્યાર સુધી લાખો લોકોએ આ વીડિયો જાેયો છે. વીડિયોની શરુઆત રાજકુમાર રાવથી થાય છે. તે લગ્નના મંડપમાં ઉભો છે અને પત્રલેખા તેની તરફ આગળ વધતી જણાઈ રહી છે. અન્ય લોકોની સાથે સાથે રાજકુમાર રાવ પણ તાળીઓ પાડીને પત્રલેખાનું સ્વાગત કરે છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે ફેરા લેતી વખતે રાજકુમાર ડાન્સ પણ કરે છે.
વીડિયો જાેઈને લાગી રહ્યું છે કે આ રાજકુમાર અને પત્રલેખાએ પોતાના લગ્નને ખૂબ એન્જાેય કર્યા છે. પરંતુ સૌથી સુંદર ક્ષણ એ હતી જ્યારે પત્રલેખાએ રાજકુમારના માથામાં સિંદૂર ભર્યું. રાજકુમારે પત્રલેખાની માંગમાં સિંદૂર ભર્યા પછી કહ્યું કે, તુ પણ લગાવી દે.
પછી પત્રલેખા પણ સિંદૂર ભરે છે. લગ્નના મંડપમાં પત્રલેખા રાજકુમાર રાવને કહે છે કે, રાજ, ૧૧ વર્ષ થયા, પણ મને લાગે છે જાણે હું તમને જન્મોથી ઓળખુ છું. મને વિશ્વાસ છે કે આ એક નહીં, અનેક જન્મોની વાત છે. વીડિયોમાં રાજકુમારની બાઈટ પણ લેવામાં આવી છે. રાજકુમાર જણાવે છે, ૧૦-૧૧ વર્ષ થઈ ગયા, પણ એમ લાગે છે જાણે અત્યારે જ ડેટિંગ શરુ કરી છે.
અમને એકબીજાનો સાથ એટલો પસંદ છે કે અમે વિચાર્યું કે ચાલો પતિ-પત્ની બની જઈએ. વીડિયોમાં વરમાળા સમયની ઝલક પણ દર્શાવવામાં આવી છે. ફેરા લીધા પછી બન્ને એકબીજાને ભેટે છે. રાજકુમાર રાવે વેડિંગ વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે હાર્ટ ઈમોજી પણ મુકી છે. વીડિયોને ફેન્સ જ નહીં, સેલિબ્રિટી પણ પસંદ કરી રહ્યા છે.
કૃતિ સેનન, ભૂમિ પેડનેકરે પણ વખાણ કર્યા. ફરાહ ખાને લખ્યું કે, મારી આંખોમાં ફરીથી આંસુ આવી ગયા. ઉલ્લેખનીય છે કે, ફરાહ ખાન લગ્નમાં હાજર રહેવા માટે ચંદીગઢ ગઈ હતી. રાજકુમાર અને પત્રલેખાના આ વીડિયોને ધ વેડિંગ ફિલ્મર નામની ટીમે તૈયાર કર્યો છે.