આમિર ખાન ત્રીજી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે?

મુંબઈ, આમિર ખાન ફક્ત પોતાની ફિલ્મોના કારણે જ નહીં પોતાના લગ્નજીવનને લઇને પણ ચર્ચામાં રહે છે. આ વર્ષે આમિર ખાને પોતાની બીજી પત્ની કિરણ રાવને છૂટાછેડા આપી દીધા હતા. આ પહેલા ૨૦૦૨માં આમિર પોતાની પ્રથમ પત્ની રીના દત્તાથી અલગ થયો હતો. હવે સોશિયલ મીડિયામાં એવી અફવા ચાલી રહી છે કે આમિર ખાન ત્રીજા લગ્ન કરવા જઈ રહ્યો છે.
અફવા છે કે આમિર ખાન બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી ફાતિમા સના શેખ સાથે ત્રીજા લગ્ન કરવા જઈ રહ્યો છે. જાેકે મીડિયા રિપોર્ટ્સનું માનવામાં આવે તો આ અફવામાં થોડી પણ સચ્ચાઇ નથી.
આમિર ખાનના એક નજીકના સૂત્રએ કહ્યું કે તેના ત્રીજા લગ્ન કરવા વાળી વાત ખોટી છે. આ પહેલા દંગલ ગર્લ ફાતિમા સના શેખ અને આમિર ખાન વચ્ચે અફેરની અફવા ઉડી હતી. તે સમયે ફાતિમાએ પોતાનું નિવેદન આપ્યું હતું. ફાતિમા સના શેખે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આ ઘણું અજીબ હતું.
મારી માતા ટીવી પર બધું જાેતી હતી. બીજા દિવસે અખબારમાં મારો ફોટો જાેઈને કહેતી હતી કે જાે તારો ફોટો આવ્યો છે. હેડલાઇન સાંભળવા માટે હું તેને કહેતી હતી કે વાંચીને બતાવ શું લખ્યું છે? પોતાના વિશે તેવી વાતો સાંભળી હું ડિસ્ટર્બ થઇ જતી હતી.
જરૂર લાગ્યું કે મારે પોતાની વાત બધાની સામે રાખવી જાેઈએ. ફાતિમા અને આમિર ખાન દંગલ ફિલ્મમાં સાથે જાેવા મળ્યા હતા. જ્યાં ફાતિમાએ આમિરની પુત્રીનો રોલ ભજવ્યો હતો. આ પછી બંને ઠગ્સ ઓફ હિંદોસ્તાનમાં સાથે જાેવા મળ્યા હતા.
આમિર ખાનની હાલની ફિલ્મો વિશે વાત કરવામાં આવે તો તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા આગામી વર્ષે રિલીઝ થવાની છે.SSS