ગુજરાતના ચેસના ખેલાડીઓની મુખ્યમંત્રી સાથેની શુભેચ્છા મુલાકાત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/11/Bhupendrabhai-Patel-CM-Gujarat-1024x453.jpg)
ઓક્ટોબર, ૨૦૨૦માં ઓનલાઈન રમાયેલ વર્લ્ડ સ્કૂલ ચેસ ટુર્નામેન્ટમાં ગુજરાતની ટીમે શાનદાર પ્રદર્શન કરેલ જેમાં ૫૦ થી વધુ દેશોના ૧૬૦૦થી વધુ ખેલાડીઓએ ભાગ લીધેલ. આ ટુર્નામેન્ટમાં કુલ ૨૯૦ ટીમ દ્વારા ભાગ લેવામાં આવેલ. આ ટુર્નામેન્ટનું આયોજન વર્લ્ડ ચેસ ફેડરેશનના નેજા હેઠળ દુબઈ ખાતે સ્પેનીશ એક્સપો પેલીલીયન દ્વારા કરવામાં આવેલ.
સળંગ એક મહિનાના અંતે ૨૦ રાઉન્ડની આ ટુર્નામેન્ટમાં ગુજરાતની ટીમે ૧૯ રાઉન્ટ જીત્યા હતા અને એક રાઉન્ડ ડ્રોમાં પરિણમ્યો હતો. આ ટુર્નામેન્ટમાં ગુજરાતની ટીમે સ્પેન, તુર્કી, યુએઈ, અર્મેનીયા, આર્યલેન્ડ, રશિયા, ઈઝરાયેલ, મલેશિયા, આર્જેન્ટીના, ચેક રીપબ્લીક અને હંગેરી જેવી અગ્રણી ટીમોને હરાવી હતી. નીચે જણાવેલ ખેલાડીઓ ઓફલાઈન ટુર્નામેન્ટ કે જે દુબઈ ખાતે ૨૩ થી ૩૦ નવેમ્બર, ૨૦૨૧ દરમ્યાન રમાનાર છે તેમાં ગુજરાત રાજયનું પ્રતિનિધિત્વ કરશે.
૧) વૃંદેશ પારેખ (કેપ્ટન), ૨) ધ્યાના પટેલ, ૩) વિશ્વા વાસણાવાલા, ૪) રિધ્ધી પટેલ, ૫) સાહીલ સમદાણી, ૬) કર્તવ્ય અનડકટ
૭) સ્વયમ દાસ
ઉપરોક્ત ટીમે હાલમાં જ ગુજરાત રાજયના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લીધેલ અને તેઓએ ગુજરાતની ટીમને શુભેચ્છા સહ ખૂબ ખૂબ અભિનંદ પાઠવ્યા હતા.