The sky is Pink ના પ્રમોશન માટે પ્રિયંકા ચોપડા અમદાવાદમાં
- અભિનેત્રી પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) અને અભિનેતા રોહિત શરાફે Rohit Sharaf લીધી અમદાવાદની મુલાકાત
- પ્રિયંકા ચોપરા એ કર્યા ગરબા, હજારો ફેન્સ ગરબા નિહાળવા પહોંચ્યા
સત્ય ઘટના True Story પર આધારિત ફિલ્મ “ધ સ્કાય ઈઝ પિન્ક” The sky is Pink ના પ્રમોશન Promotion visit in Ahmedabad) અર્થે અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને અભિનેતા રોહિત શરાફ Rohit Saraf અમદાવાદના મહેમાન બન્યાં હતા. પોતાની ફિલ્મ વિશે જણાવતાં તેઓએ જણાવ્યું કે, આ ફિલ્મ ઘણી જ રસપ્રદ છે અને આ સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે. પ્રિયંકા ચોપરાએ Priyanka Chopra વધુમાં જણાવ્યું હતું કે, “આ ફિલ્મમાં હું 21 વર્ષના યુવાનની માતાની (as a mother of 21 year old youth) ભૂમિકા ભજવી રહેલ છું, જે મેં અગાઉ કોઈ ફિલ્મમાં ભજવી નથી. આ સિવાય પણ ઘણાં બધા પડકાર આ ફિલ્મમાં હતા.
ફિલ્મ માટે મેં ઘણું બધું રિસર્ચ કર્યું હતું, ઉપરાંત લંડન જઈને અદિતિને મળી હતી. આ ફિલ્મમાં અલગ લવ સ્ટોરી છે. આ ફિલ્મ મારા દિલની ખૂબ જ નજીક છે. લગ્નના ચાર દિવસ અગાઉ મેં ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું હતું. જાન્યુઆરી મહિનામાં ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું અને જૂનમાં લગ્ન કર્યાં હતા. પ્રિયંકા ચોપરાની ફિલ્મ “ધ સ્કાય ઈઝ ફિલ્મ” 11 ઓક્ટોબરના રોજ રિલીઝ થઇ રહેલ છે. (The sky is Pink Release date 11th october, 2019)
નવરાત્રીના તહેવાર દરમિયાન અમદાવાદની મુલાકાત લેવાં પર અભિનેત્રીએ ગરબાનો (Navratri garba dandiya) આનંદ પણ માણ્યો હતો. અભિનેત્રીએ જણાવ્યું હતું કે, તેને ગરબા રમતાં આવડે છે અને કોઈ તકલીફ પણ પડતી નથી.
અભિનેતા રોહિત શરાફે Rohit Saraf જણાવ્યું હતું કે, એ” હું દરેક ઝોનરમાં કામ કરવા ઈચ્છું છું, આ અગાઉ મેં ડિયર જિંદગી Dear Jindagi ફિલ્મમાં કામ કર્યું અને હવે આ ફિલ્મમાં અલગ પાત્ર ભજવી રહેલ છું. આ ફિલ્મ મને ઓડિશન આપીને મળી હતી. પ્રિયંકા અને ફરહાનની Priyanka Farhan ફિલ્મો જોતો આવ્યો છું અને હવે તેમની સાથે કામ કરવાની તક મળી અને તેનાથી હું ઘણો આનંદિત છું. એક્ટિંગ હંમેશાથી જ મારો પ્રથમ પ્રેમ રહેલ છે અને આ ફિલ્મમાં કામ કરીને મને ઘણું બધું શીખવા મળ્યું છે.”